Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

ડિમ્પલ કાપડિયાના માતુશ્રી અને ચોટીલાના વેપારી ચુનીભાઇ કાપડિયાના પત્નિનું અવસાન

રાજકોટઃ ફિલ્મ અભિનેત્રી ડિમ્પલ કાપડિયાના માતુશ્રી અને ચોટીલાના વેપારી ચુનીભાઇ કાપડિયાના ધર્મપત્ની બેટ્ટી કાપડિયાનુ અવસાન થતા ઘેરો શોક છવાયો છે.

ડિમ્પલ કાપડિયાના માતુશ્રી ૮૦ વર્ષના હતા અને થોડા સમયથી બિમાર હતા. તેમને શ્વાસ લેવામાં તકલીફ થતા મુંબઇની હિંન્દુજા હોસ્પિટલમા સારવારમાં ખસેડવામાં આવ્યા હતા જયાં શનીવારે તેમનુ અવસાન થયુ હતુ. રવિવારે અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં ફિલ્મ ક્ષેત્રના દિગ્ગજો, અને પરિવારજનો જોડાયા હતા.

થોડા દિવસો પહેલા બેટ્ટી કાપડિયાના જન્મદિનની ઉજવણી કરાઇ હતી. જેમાં આખો પરિવાર જોડાયો હતો અને અક્ષયકુમારે તેની તસ્વીરો પણ સોશ્યલ મિડીયામા શેર કરી હતી.

બેટ્ટી કાપડિયાનાં લગ્ન સુરેન્દ્રનગર જીલ્લાના મુળ ચોટીલાના ઇસ્માઇલી ખોજા પરિવારના વેપારી અગ્રણી ચુન્નીભાઇ કાપડિયા સાથે થયા હતા.

તેમને સંતાનમાં ડિમ્પલ કાપડિયા, સિંપલ કાપડિયા, રીમા કાપડિયા અને મુન્ના કાપડિયા હતા.

થોડા દિવસો પહેલા બેટ્ટી કાપડિયા જુહુ-મુંબઇના એક મલ્ટીપ્લેકસમાં અક્ષયકુમાર, ટ્વિંકલ ખન્ના, અક્ષયકુમારની પુત્રી નિતારા, એક સાથે જોવા મળ્યા હતા.

(3:36 pm IST)