Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

સમગ્ર ઉત્તર ભારતમાં કડકડતી ઠંડી

પહાડી વિસ્તારોમાં હીમપાત તો મેદાનોમાં કાતિલ પવનોઃ ઠેરઠેર પારો શૂન્યથી નીચે

નવી દિલ્હી, તા. ર : જમ્મુ-કાશ્મીર, લદ્દાખ અને હિમાચલ જેવા પહાડી રાજયોમાં સતત થઇ રહેલી હિમવર્ષાના કારણે આખું ઉત્તર ભારત ફંડીની ઝપટમાં આવી ગયું છે. ઘણા વિસ્તારોમાં પારો શૂન્યની નીચે જતો રહ્યો છે. બરફવર્ષાના કારણે ઠંડીએ પંજાબ, હરિયાણા અને દિલ્હી જેવા મેદાની વિસ્તારોને પણ પોતાની ઝપટમાં લઇ લીધા છે. ગઇકાલે સવારે દેશની રાજધાની દિલ્હીમાં ઠંડી હવાઓની સાથે પારો ૯.૪ ડીગ્રી સેન્ટીગ્રેડ પહોંચી ગયો હતો.

લદ્દાખના લેહમાં ઉષ્ણાતામાન માઇનસ ૧૩.ર ડીગ્રી સેન્ટીગ્રેડ નોંધવામાં આવ્યું જે આ સીઝનની સૌથી ઠંડી રાત હતી. આજ રીતે શ્રીનગરમાં માઇનસ ૦.૯ ડીગ્રી નોંધાયું હતું. ઉત્તર કાશ્મીરનું ગુલમર્ગ માઇનસ ૮ ડીગ્રી સેન્ટીગ્રેડ સાથે કાશ્મીરનું સૌથી ઠંડુ સ્થળ બન્યું હતું. જમ્મુમાં ઉષ્ણાતામાન ૮.ર ડીગ્રી નોંધાયું હતું.

જમ્મુના કટરામાં ઉષ્ણાતામાન ૭.૮ ડીગ્રી સેન્ટીગ્રેડ રહ્યું હતું. પ દિવસ થયેલી હિમવર્ષા પછી ગઇકાલે કાશ્મીર ખીણમાં લોકોને સૂર્યના દર્શન થયા હતા. ૪૩૪ કિલોમીટર લાંબા શ્રીનગર લેહ નેશનલ હાઇવે ભારે હિમવર્ષાના કારણે ર૭ નવેમ્બરથી બંધ છે. આ હાઇવે પર અવરજવર ચાલુ કરવાના પ્રયાસો ચાલુ છે. જયારે બરફના કારણે મુગલ રોડ ૬ નવેમ્બરથી બંધ

પડોશી રાજય હિમાચલમાં પણ કડકડતી ઠંડી પડી રહી છે. માઇનસ ૧ર.૩ ડીગ્રી સેન્ટીગ્રેડ સાથે લાહોલ સ્ફિતી આ રાજયનો સૌથી ઠંડો વિસ્તાર રહ્યો હતો. કિજોરમાં ઉષ્ણાતામાન માઇનસ ૩.૪ જયારે મનાલીમાં માઇનસ ૧ ડીગ્રી નોંધાયું હતું.

પંજાબના અમૃતસરમાં લઘુતમ તાપમાન ૭.૮, યુપીના લખનૌમાં ૧૩.૧ નોંધવામાં આવ્યું હતું. હવામાન વિભાગે આગામી બે દિવસ સુધી પંજાબ અને હરિયાણામાં ઝાકળની ચેતવણી આપી છે.

(11:40 am IST)