Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

અર્થવ્યવસ્થા ગંભીર સંકટમાં: સરકાર બનાવી રહી છે મૂર્ખ

યશવંત સિંહાએ સરકારને આડે હાથ લીધી

નવી દિલ્હી, તા.૨: પૂર્વ નાણાં મંત્રી યશવંત સિંહાએ આર્થિક મંદી પર રવિવારે કેન્દ્ર સરકારને ટાર્ગેટ કરતા કહ્યું કે, દેશની અર્થવ્યવસ્થા 'અત્યંત ગંભીર સંકટ' માં દ્યેરાઈ ચૂકી છે અને ડિમાન્ડ નીચલા સ્તરે છે. તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકાર પોતાની 'મોટી-મોટી વાતો'થી લોકો એમ કહીને મૂર્ખ બનાવી રહી છે કે, આગામી કવાર્ટરમાં પરિણામ સારા હશે અથવા તેના આગામી કવાર્ટરમાં પરિણામો સારા આવશે. શુક્રવારે રજૂ થયેલા સત્તાવાર આંકડા અનુસાર, બીજા કવાર્ટરમાં GDP વિકાસ દર ૪.૫્રુ પહોંચી ગયો, જે સાડા છ વર્ષનું ન્યૂનતમ સ્તર છે.

તેમણે કહ્યું કે, એ વાતનું કોઈ મહત્વ નથી કે સત્ત્।ામાં બેઠેલા લોકો શું કહી રહ્યાં છે, હકીકત તો એ છે કે, આપણે ખૂબ જ ગંભીર સંકટમાં ફસાઈ ચૂકયા છીએ. સિંહાએ કહ્યું કે, 'જે લોકો મોટી-મોટી વાતો કરી રહ્યાં છે કે આગામી કવાર્ટરમાં નહીં તો તેના આગામી કવાર્ટરમાં પરિણામો સારા હશે, એવું હકીકતમાં થવા જઈ રહ્યું નથી. તે આગામી કવાર્ટરમાં પરિણામો સારા હશે એવી વાતો કરીને લોકોને મૂર્ખ બનાવવાનો પ્રયત્ન કરી રહ્યાં છે.' પૂર્વ નાણાં મંત્રીએ કહ્યું કે, 'આ પ્રકારનું સંકટ હલ થવામાં ત્રણથી ચાર અથવા ૫ વર્ષ પણ લાગી શકે છે. આને જાદૂની છડી ગુમાવીને ઠીક ન કરી શકાય.' અહીં ટાઈમ્સ લિટ ફેસ્ટમાં તેમણે કહ્યું કે, ભારતીય અર્થવ્યવસ્થાની જે વર્તમાન સ્થિતિ છે, તેને 'ડેથ ઓફ ડિમાન્ડ' કહે છે અને આ કૃષિ અને ગ્રામીણ વિસ્તારોથી 'શરૂ' થાય છે.સિંહાએ કહ્યું કે, 'અર્થવ્યવસ્થામાં કોઈ માંગ નથી અને આ સંકટની શરૂઆત છે. સરકારને ઓછામાં ઓછા ખેડૂતો, ગ્રામીણ વિસ્તારોમાં રહેનારા લોકોની સાથે જે થઈ રહ્યું છે, તેના વિશે તો ચિંતા કરવી જોઈએ, જયાંથી માંગ ખતમ થવાની શરૂઆત થાય છે.'

(11:38 am IST)