Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

બુલેટ ટ્રેન પ્રોજેકટ ઉપર સંકટના વાદળો

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરેએ મોદીના ડ્રીમ પ્રોજેકટ પૈકીના એક એવા આ પ્રોજેકટના રિવ્યુના આદેશો આપ્યા

મુંબઇ તા. ર :.. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેકટમાંથી એક એવા અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેન પ્રોજેકટ ઉપર સંકટના વાદળો છવાયા છે. મહારાષ્ટ્રની નવી સરકારે આ પ્રોજેકટના રિવ્યુના આદેશ આપ્યા છે. મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરે એ કહયું છે કે, મે રાજયમાં ચાલી રહેલા તમામ કામોને રીવ્યુ કરવાના આદેશો આપ્યા છે. જેમાં બુલેટ ટ્રેન પ્રોજેકટ પણ સામેલ છે. એવામાં હવે જોવાનું એ છે કે મહારાષ્ટ્ર સરકાર આ મામલે શું નિર્ણય લ્યે છે.

અત્રે એ નોંધનીય છે કે અમદાવાદ - મુંબઇ બુલેટ ટ્રેન પ્રોજેકટનું ભૂમિપૂજન થઇ ગયુ છે પણ મહારાષ્ટ્રના અનેક ગામોના ખેડૂતોએ આનો વિરોધ કર્યો હતો અને જમીન આપવાનો ઇન્કાર કર્યો હતો. હવે નવી સરકાર ખેડૂતો માટે આ પ્રોજેકટને ફરી તપાસવા માંગે છે.

ઉધ્ધવ ઠાકરેએ કહયું છે કે, અમારી સરકાર આમ આદમીની સરકાર છે. જો તમે પુછયું હોય તો હા, અમે લોકો બુલેટ ટ્રેન પ્રોજેકટનો રિવ્યુ કરશું પણ મેં આ પ્રોજેકટ અટકાવી દેવાનું હજુ નથી કહયું.

અત્રે એ નોંધનીય છે કે, બુલેટ ટ્રેન પ્રોજેકટ માટે રાજય સરકારોએ પણ પૈસા આપવાના છે. જેમાં મહારાષ્ટ્રનો રપ ટકા હિસ્સો છે સરકાર ઉપર હાલ પ લાખ કરોડનું દેવું છે. આ પ્રોજેકટ જાપાનના સહયોગથી થઇ રહ્યો છે.

(10:50 am IST)