Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

દેવેન્દ્ર ફડનવીસની ટિપ્પણીના કારણે ભાજપને નુકસાન

શિવસેનાના સંજય રાવતના પ્રહારો

મુંબઈ, તા.૧ : મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી બાદ ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં સરકાર બની ગયા બાદ આક્ષેપ પ્રતિઆક્ષેપનો દોર જારી રહ્યો છે. આજે શિવસેનાના નેતા સંજય રાવતે તીવ્ર પ્રહારો કર્યા હતા. આ વખતે તેઓએ પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસ ઉપર જોરદાર પ્રહાર કર્યા હતા. રાવતે શિવેસનાના મુખપત્ર સામનાના પોતાના લેખમાં લખ્યું છે કે, જરૂર કરતા વધારે આત્મવિશ્વાસ અને દિલ્હી પર આત્મનિર્ભરતાના કારણે ફડનવીસને ભારે નુકસાન થયું છે. રાવતે કહ્યું છે કે, અતિઆત્મ વિશ્વાસ અને દિલ્હીના વરિષ્ઠ નેતાઓ ઉપર વિશ્વાસના કારણે તેમની રાજકીય કેરિયર પર અસર થઇ છે.

        ગયા મહિને જે ગતિવિધિ જોવા મળી હતી તે સિંહાસન ફિલ્મની પટકથા જેવી લાગે છે. સિંહાન ૧૯૭૯માં આવેલી એક મરાઠી ફિલ્મ છે. રાવતે લેખમાં લખ્યું છે કે, ફડનવીસની બિનજરૂરી ટિપ્પણીથી પણ નુકસાન થયું છે. અજીત પવારની દુવિધાના કારણે પણ ગઠબંધનને લાભ થયો છે. રાવતે કહ્યું છે કે, લોકો અજીત પવારના ફડનવીસ સાથેના સંબંધોને લઇને હવે હાસ્યાસ્પદ વલણ અપનાવી રહ્યા છે. મહારાષ્ટ્ર ભીડતંત્રની સામે ઝુંક્યુ નથી.

(8:31 am IST)