Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

ઉદ્ધવએ મરાઠાકાર્ડ ખેલ્યું :મહારાષ્ટ્રમાં 80 ટકા ખાનગી નોકરીઓમાં સ્થાનિકો માટે અનામત : કાયદો બનાવશે

મહા વિકાસ અઘાડી સરકાર બેરોજગારી લઈને ચિંતિત

મુંબઈ : મહારાષ્ટ્રમાં શિવસેના, એનસીપી અને કૉંગ્રેસની સરકાર મોટો દાવ રમવાની તૈયારીમાં છે. સરકાર નોકરિયોમાં સ્થાનિકોના અનામતના માધ્યમથી રાજ્યના રાજકારણમાં મરાઠા કાર્ડ રમશે. મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી એ જણાવ્યું કે મહારાષ્ટ્ર સરકાર કાયદો લાવી અને નોકરિયોમાં 80 ટકા સ્થાનિકોની અનામત સુનિશ્ચિત કરશે
  કોશિયારીએ વિધાનસભામાં ધારાસભ્યોની સંયુક્ત બેઠક સમયે જાહેરાત કરી કે શિવસેના, કૉંગ્રેસ, અને રાષ્ટ્રવાદી કૉંગ્રેસની મહા વિકાસ અઘાડી સરકાર બેરોજગારી લઈને ચિંતિત છે. રાજ્યપાલના સંબોધન બાદ મહારાષ્ટ્ર વિધાનસભાના નીચલા ગૃહને 16મી ડિસેમ્બર સુધી સ્થગિત કરી દેવામાં આવ્યું છે
  મહારાષ્ટ્ર્ના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રવિવારે વિધાનસભાના સત્રમાં કહ્યું કે તેઓ આજે પણ હિન્દુત્વની વિચારધારા સાથે છે અને તેને ક્યારેય છોડી નહીં શકે. તેમણે વિપક્ષના નેતા તરીકે ચૂંટાયેલા દેવેન્દ્ર ફડણવીસના વખાણ કરતા તેમને એક જવાબદાર નેતા અને સારા મિત્ર ગણાવ્યા. આ પહેલા કોંગ્રેસના નાના પટોલેને વિધાનસભાના સ્પીકર તરીકે ચૂંટવામાં આવ્યા હતા. ઉદ્ધવ તેમને સ્પીકરની ચેર સુધી લઇ ગયા હતા. મુખ્યમંત્રીએ કહ્યું કે નાના પટોલે ખેડૂત પરિવારથી આવે છે. આશા છે કે તેઓ દરેક સાથે ન્યાય કરશે.
   મુખ્યમંત્રી ઠાકરેએ કહ્યું, ''હું હિન્દુત્વની વિચારધારા સાથે છું અને તેને ક્યારેય નહીં છોડું. સૌથી ભાગ્યશાળી મુખ્યમંત્રી છું કારણ કે મારો વિરોધ કરનારા હવે સરકાર સાથે છે અને જે પહેલા સાથે હતા તેઓ હવે વિપક્ષમાં છે. ફડણવીસ પાસેથી મેં ઘણી સારી વાતો શીખી. હંમેશા તેમનો મિત્ર રહીશ. તેમને વિપક્ષના નેતા નહીં પરંતુ એક જવાબદાર નેતા કહીશ. છેલ્લા પાંચ વર્ષમાં મેં ક્યારેય સરકાર સાથે દગો નથી કર્યો. જો તેઓ(ફડણવીસ) તેમના વાયદા પર કાયમ રહ્યા હોત તો અમારી વચ્ચે ક્યારેય વિવાદ થાત નહીં. મેં અહીં આવવા વિશે ક્યારેય વિચાર્યું ન હતું પરંતુ જનતાના આશીર્વાદથી આ અવસર મળ્યો છે. ''

(12:00 am IST)