Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

RTIમાં ખૂલાસો: લોકપાલ કાર્યાલય માટે અશોકા હોટલને ચૂકવાય છે દર મહિને 50 લાખનું ભાડુ !!

ભ્રષ્ટાચારની 1160 ફરિયાદો આવી : 1000 ફરિયાદોને સાંભળી : એક[પણ ફરિયાદમાં તપાસના આદેશ આપ્યા નથી

નવી દિલ્હી : ગત માર્ચ મહિનામાં સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ પીસી ઘોષને ભારતના લોકપાલ નિયુક્ત કરવામાં આવ્યા છે. તમેની સાથે અન્ય 8 લોકોની પસંદગી પણ કરવામાં આવી છે. ભારત સરકાર પાસે લોકપાલની ઓફિસને લઈને કોઈ જગ્યા દિલ્હીમાં નથી આપવામાં આવી જેના લીધે મસમોટું ભાડુ ચૂકવવામાં આવી રહ્યું છે.

એક આરટીઆઈ કાર્યકર્તાએ આરટીઆઈ દાખલ કરીને આ અંગે જાણકારી માગી હતી. જેમાં ખૂલાસો થયો છે કે ભારત સરકાર દર મહિને 50 લાખ રુપિયા ભાડાપેટે અશોકા હોટેલને ચૂકવે છે. લોકપાલનું કાર્યાલય ન ફાળવવાથી તેઓ અશોકા હોટેલના 12 રુમમાં બેસીની કામકાજ ચલાવી રહ્યાં છે. જેના લીધે ભારત સરકાર અડધા કરોડ જેટલું ભાડુ આ હોટેલને એક મહિને ચૂકવે છે.

આ આરટીઆઈમાં એવી પણ જાણકારી મળી છે લોકપાલની પાસે ભ્રષ્ટાચારની 1160 ફરિયાદો આવી છે. જેમાંથી તેઓએ 1000 ફરિયાદોને સાંભળી છે પરંતુ આ એકપણ ફરિયાદમાં તપાસના આદેશ આપ્યા નથી કે તપાસ પુરી કરી નથી.અત્રે  ઉલ્લેખનીય છે કે આ આરટીઆઈ શુભમ ખત્રી દ્વારા કરવામાં આવી હતી.

(11:19 pm IST)