Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

અમેરિકાના ન્યુ ઓર્લિયન્સમાં અંધાધૂંધ ગોળીબાર : 11 લોકો ઘાયલ : બે ગંભીર : એક શખ્શની અટકાયત

કેનાલ સ્ટ્રીટના વ્યસ્ત વ્યવસાયિક બ્લોકમાં ફાયરિંગ

અમેરિકાના ન્યુ ઓર્લિયન્સ શહેરમાં ગોળીબાર થયો છે. જેમાં 11 લોકો ઘાયલ થયા છે. પોલીસે જણાવ્યું હતું કે ફાયરિંગ શહેરના પ્રતિષ્ઠિત ફ્રેન્ચ ક્વાર્ટરમાં થઈ છે. ઘાયલ થયેલામાં બે લોકોની હાલત ખૂબ જ ગંભીર છે. શંકાના આધારે પોલીસે એક શખ્સને કસ્ટડીમાં લીધો છે.

એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે ઘાયલ વ્યક્તિઓને સારવાર અર્થે નજીકના હોસ્પિટલ ખસેડાયા છે. આ ફાયરિંગ કેનાલ સ્ટ્રીટના વ્યસ્ત વ્યવસાયિક બ્લોકમાં થઈ હતી જ્યાં અનેક હોટલ્સ હાજર છે. અધિકારી મુજબ જાણ થતા જ પોલીસે ત્વરિત કાર્યવાહી કરી અને ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. કારણ કે વાર્ષિક થેંક્સગિવિંગ સપ્તાહના અંતે, સુરક્ષા ત્યાં પહેલેથી જ ચુસ્ત હતી.

રિપોર્ટ પ્રમાણે આ ઘટના સવારે 3 વાગ્યે બની હતી. અધિકારીએ કહ્યું કે,'અમારા અધિકારીઓ ત્યાં તૈનાત હતા, અમને લાગ્યું કે તેમના પર ગોળીબાર કરવામાં આવી રહ્યો છે. દુર્ભાગ્યે, ત્યાં ઘણા લોકો હતા. તેથી કોણે ફાયરિંગ કર્યું તે જાણી શકાયું નથી. તે કેવી રીતે થયું તે અમને ખબર નથી.' જોકે આ ઘટનાની તપાસમાં શંકાના આધારે એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. ઉપરાંત પોલીસે વધુ તપાસ હાથધરી છે.

આ પહેલા  અમેરિકાના સાઉથ ડકોટામાં એક પ્લેન ક્રેસ થયું જેમાં લગભગ 9 લોકોના મોત નિપજ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ આ વિમાનમાં કુલ 12 લોકો મુસાફરી કરી રહ્યા હતા. જેમાંથી 9 લોકોના અકસ્માત દરમિયાન મોત થયા અને અન્ય 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા.હતા 

(12:00 am IST)