Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

વારાણસીમાં ડુંગળીના ભાવ વધારાનો અનોખો વિરોધ :જવેલરીની દુકાને ડુંગળી વેચવા મુકી

ઘરેણાં ગીરવે મૂકીને ડુંગળી ખરીદવા માટે આધાર કાર્ડ પણ જમા કરાવવું પડશે

વારાણસી : ડુંગળીના ભાવો આસમાને થઈ ગયા છે ત્યારે દેશભરમાં અનોખા વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે.પીએમ મોદીના મતક્ષેત્ર વારાણસીમાં લોકોએ જવેલરીની દુકાન પર ડુંગળી વેચવા મુકી હતી. લોકોને જણાવ્યું હતું કે, તેઓ ઘરેણા ગીરવે મૂકીને ડુંગળી ખરીદી શકે છે. તેના માટે લોકોએ આધાર કાર્ડ પણ જમા કરાવવું પડશે તેમ જણાવ્યું છે.

આ વિરોધ પ્રદર્શન સમાજવાદી પાર્ટીના કાર્યકરોએ કર્યું હતું. જ્યારે દેશના અનેક ભાગોમાં ડુંગળીની કિંમત 100 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગઇ છે.પ્રદર્શન કરનાર એક એસપીના કાર્યકર્તાએ જણાવ્યું હતું કે, ડુંગળીની કિંમતોમાં થઇ રેહલી વૃદ્ધિની વિરુદ્ધમાં અમે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.

એસપી યુવજન સભાના એક નેતાએ જણાવ્યું હતું કે, લોકોની પ્લેટોમાંથી ડુંગળી ગાયબ છે. ડુંગળીની કિંમતોને કારણે લોકોની આંખમાં આંસુ છે. અમે જવેલરીની દુકાન પર માસિક હપ્તા પર ડુંગળી ઉપલબ્ધ કરાવી રહ્યા છે. કાળાબજાર અને સંગ્રહખોરોને કારણે ડુંગળની કિંમતો વધી ગઇ છે, જેને સરકાર નિયંત્રિત કરી શકતી નથી.

(10:18 pm IST)