Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

અમેરિકાના સાઉથ ડકોટામાં પ્લેન ક્રેશ : બે બાળકો સહીત 9 લોકોના મોત : ત્રણ ગંભીર

ચેમ્બરલેનથી ઉડાન ભરી ઈદાહો ફોલ્સ જતું વિમાન ક્રેશ

અમેરિકાના સાઉથ ડકોટામાં પ્લેન ક્રેશ થયું છે આ દૂર્ઘટનામાં બે બાળકો સહિત 9 લોકોના મોત નિપજ્યા છે. સ્થાનિક મીડિયાના જણાવ્યા મુજબ વિમાનમાં 12 લોકો સવાર હતા, જેમાંથી 9 લોકોના મોત નિપજ્યા છે જ્યારે 3 ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

 મળતી માહિતી મુજબ વિમાને ચેમ્બરલેનથી ઉડાન ભરી હતી અને ઈદાહો ફોલ્સ જઈ રહ્યું હતું. મળતી માહિતી મુજબ દૂર્ઘટના ખરાબ હવામાનને કારણે થઈ હતી. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશનના એક નિવેદનમાં કહેવામાં આવ્યું કે એક પિલાટસ પીસી 12 સિંગલ એન્જિન ટર્બોપ્રોપ પેસેન્જર પ્લેનમાં 12 લોકો સવાર હતા. જ્યાં આ દૂર્ઘટના થઈ ત્યાં બરફવર્ષ થઈ રહી હતી. હવામાન વિભાગે હિમવર્ષાને લઈને એલર્ટ પણ જાહેર કર્યુ હતું.

(9:47 pm IST)