Gujarati News

Gujarati News

News of Friday, 8th November 2019

રોહતાંગ પાસમાં ૨૦૦થી વધુ વાહનો ફસાયાઃ સહેલાણીઓનું રેસ્કયુ ઓપરેશન

મનાલીઃ ભારે બરફવર્ષા થવાથી રોહતાંગ માર્ગ આવન-જાવન માટે બંધ થયો છે. રોહતાંગના રસ્તે ગુલાબા અને કોઠીમાં ૨૦૦થી વધુ વાહનો ફસાયા છે. જેને કાઢવાનું કામ ચાલુ છે. આ વાહનોમાં હજારો પર્યટકો ફસાયા છે. તંત્રએ જણાવેલ કે ફસાયેલા પર્યટકો અને વાહનોને બહાર કાઢવાનું કામ ચાલી રહયું છે. અને જલ્દી બધાને કાઢી લેવામાં આવશે.

 રોહતાંગના રસ્તાઓ લપસણા બની ગયા છે. અને રેસ્કયુ ટીમ પર્યટકોને કાઢવામાં લાગી છે. રોહતાંગ પાસમાં અત્યાર સુધીમાં બે ફુટ બરફ પડી ચુકયો છે. જેથી રસ્તો બંધ થઇ ગયો છે. એસડીએમ રમન ઘરસંગીએ જણાવેલ કે રેસ્કયુ ટીમે ૨૦૦થી વધુ વાહનોને બહાર કાઢયા છે. તેમણે બરફવર્ષાને ધ્યાનમાં રાખીને પર્યટકોને ૧-૨ દિવસ રોહતાંગ માર્ગ ઉપર સફર ન કરવા જણાવ્યું છે.

(3:51 pm IST)