Gujarati News

Gujarati News

News of Friday, 8th November 2019

રિલાયન્સ હેલ્થ ઇન્સ્યોરન્સ નવી પોલિસી વેચી નહીં શકે

કંપનીનું સોલવન્સી માર્જિન ફંડ ઘટતાં ઇરડાએ નવી પોલિસી વેચવા પર રોક લગાવી

નવી દિલ્હી તા.૮: વીમા નિયામક ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ઇરડા)એ રિલાયન્સ હેલ્થ ઇન્સ્યોરન્સ હેલ્થ કોર્પોરેશન લિ. (RHICL) ને નવી હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી વેચવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. કંપની હવે માત્ર પોતાના જૂના ગ્રાહકોને જ સેવા આપવાનું ચાલુ રાખી શકશે. રિલાયન્સ હેલ્થ ઇન્સ્યોરન્સ અનિલ અંબાણીની માલિકીના રિલાયન્સ ગ્રુપની કંપની છે, જે જંગી કેશ કટોકટીનો સામનો કરી રહેલ છે.

ઇરડા દ્વારા જણાવાયું છે કે કંપનીનું સોલવન્સી માર્જિન ફંડ (રિઝર્વ બેંક) ઘટીને ચિંતાજનક સપાટીએ પહોંચી ગયું છે. આ એ ફંડ હોય છે. જેનાથી પોલિસી કલેઇમ કરવા પર નાણાં મળતા હોય છે. RHICLનું ઓપરેશન ઓકટોબર-૨૦૧૮માં શરૂ થયું હતું. પરંતુ જુન ૨૦૧૯ બાદ તેની આર્થિક સ્થિતિ કથળતાં કંપની સોલવન્સી માર્જિન ફંડમાં પાછળ જવા લાગી હતી.

ઓગસ્ટના અંતમાં ઇરડાએ કંપનીને નોટીસ આપીને એક મહિનાની અંદર આ ફંડ માટે જરૂરી ભંડોળ ઉપલબ્ધ કરવા જણાવ્યું હતું, તેમ છતાં તેના આ ફંડમાં સુધારો નહીં થતા હવે ઇરડાએ RHICLને નવી હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી વેચવા પર રોક લગાવી દીધી છે.

(3:48 pm IST)