Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

ભારતીય રેલવે ઝડપી ખાનગીકરણની તરફ : 150 પેસેન્જર ટ્રેનોને ખાનગી હાથોમાં સોંપાશે

સ્પાઇસ જેટ અને ઇન્ડિગો એર લાઇન કંપનીઓએ ટ્રેન સંચાલનમાં રસ દાખવ્યો

 

નવી દિલ્હી : દિલ્હી-લખનઉ રૂટ પર કોર્પોરેટ ટ્રેન તેજસના સંચાલન બાદ હવે ભારતીય રેલવે ઝડપથી ખાનગીકરણ તરફ આગળ વધી રહી છે. મીડિયા રિપોર્ટ મુજબ નીતિ આયોગ અને રેલવે વચ્ચે થયેલી મહત્વપૂર્ણ બેઠકમાં 150 પેસેન્જર ટ્રેનોને ખાનગી હાથોમાં સોંપવા વિચારણા કરાઈ છે

 આમ પણ કહેવામાં આવી રહ્યું છે કે તેના પર સહમતિ બની ગઇ છે અને સરકાર તરફથી જલ્દી જાહેરાત કરવામાં આવશે. જોકે, હાલ તેની પુષ્ટી કરાઇ નથી. પહેલા સમાચાર હતા કે ઇન્ડિગો ટ્રેનનું સંચાલન શરૂ કરવા માટે હવે કંપની તૈયાર છે. સ્પાઇસજેટ પણ વિચાર કરી રહી છે.

રેલવે મંત્રાલય મુજબ, કેટલાક પ્રતિષ્ઠિત ખાનગી એર લાઇન કંપનીઓએ ટ્રેન સંચાલનમાં રૂચી દર્શાવી છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, વિમાન કંપનીઓના નામ વિશે પૂછવા પર સૂત્રે આગળ જણાવ્યુ કે સ્પાઇસ જેટ અને ઇન્ડિગો બે ખાનગી એર લાઇન કંપનીઓ છે જેમણે ટ્રેન સંચાલનમાં રૂચી દર્શાવી છે.

(12:12 am IST)