Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

રાજસ્થાનનાં ટોંકમાં બે જૂથો વચ્ચે અથડામણ: સમગ્ર વિસ્તારમાં કલમ ૧૪૪ લાગૂ : ઈન્ટરનેટ પર પ્રતિબંધ

બે યુવકો વચ્ચે મારામારી બાદ ભારે પથ્થરમારો : ભીડને કાબુમાં લેવા પોલીસે લાઠીચાર્જ કર્યો

 

રાજસ્થાનના ટોંકમાં દશેરાની ઉજવણી દરમ્યાન બે જૂથ વચ્ચે મારામારી થતા સમગ્ર વિસ્તારમાં કલમ ૧૪૪ લાગૂ કરવામાં આવી છે. ઘટનાની ગંભીરતાને જોતા ટોંકમાં ઈન્ટરનેટ સેવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

   વિજયાદશમીના ઉત્સવ દરમ્યાન બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો. જેથી ટોંકમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હતી. પોલીસે ભીડને કાબૂમાં લેવા માટે લાઠીચાર્જ પણ કર્યો હતો.

સમગ્ર વિવાદ ત્યારે સામે આવ્યો જ્યારે બે યુવક વચ્ચે મારામારીની ઘટના બની હતી.. ત્યારે પોલીસે સમગ્ર ઘટના પર કાબૂ મેળવવા પોલીસે ટોંકમાં કલમ ૧૪૪ લગાવી છે.

(12:07 am IST)