Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

જાહેર સંપતિઓ ઉપર રાજકીય પક્ષોનો કબ્જોઃ હાઇકોર્ટ આકરા પાણીએ

ત્રિપુરા હાઇકોર્ટે ભાજપા, કોગ્રેસ અને માકપા પાસે માંગ્યા સોગંદનામાઃ કોર્ટે પોતે કરી હતી જાહેરહિતની અરજી

અગરતલા,તા.૯: લાંબા સમયથી કબજો હોવાનો આધાર બનાવીને જાહેર સંપતિઓ પર રાજકીય પક્ષોના ગેરકાયદે કબજન પર નારાજ ત્રિપુરા હાઇકોર્ટે તેને ગેરકાયદે જાહેર કર્યું છે.

ચીફ જસ્ટીસ સંજય કરોલ અને જસ્ટીસ અરિન્ટની ખંડપી કે કહ્યું, આ અત્યંત ચોકાવનારી બાબત છે કે માકપા, ભાજપા અને કોંગ્રેસ જેવા ચુંટણી પંચમાં નોંધાયેલા રાષ્ટ્રીય પક્ષો સાર્વજનિકસંપતિઓ પર લાંબા સમયથી કબજો (એકવર્સ પઝેશન) હોવાની દલીલ કરીને જાહેર સંપતિઓ પરમાલીકી હક દર્શાવી રહ્યા છે. પીઠે કહ્યું કે આ દલીલ અનૈતિક છે કે ભ્રષ્ટાચાર તેનો મતદાતાઓ નકકી કરશે પણ કોર્ટ પોતાની જવાબદારીઓ સમજીને રાજ્યના હિતોને સુરક્ષિત રાખવા બંધાયેલી છે.

હાઇકોર્ટે જાહેર સંપતિઓ પર રાજકીય પક્ષોના કબજા અંગે સ્વયંસ્ફુરણાથી જાહેર હિતની અરજી કરી છે. પીઠે આવી સંપતિઓ કહ્યું છે. ખંડ પીઠે આવી સંપતિઓ બાબતે બધી સીવીલ કોર્ટ, હાઇકોર્ટ સહિત વિવિધ જગ્યા સહિત વિવિધ જગ્યાઓએ ચાલી રહેલા અથવા નિકળી ગયેલા કેસોની માહીતી માંગી છે.

કોર્ટે આ કેસમાં જનહિત અરજી પર નોટીસ આપી તો એકલા વિશાલગઢ વિસ્તારમા જ આવી ૨૪ સંપતિઓ બહાર આવી જેના પર રાજકીય પક્ષોએ અવૈધ કબનો કરેલો છે. કોર્ટે એવી પણ ઇચ્છા દર્શાવી  કે ગેરકાયેદસર રીતે જાહેર સંપતિઓ પર કબજો ધરાવતા પક્ષોને તેનાથી બેદખલ કેમ ન કરવામાં આવે. આગામી સુનાવણી હવે ૨૫ ઓકટોબર થશે

(3:38 pm IST)