Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

ઇમ્પોર્ટેડ દૂધ-દહીં, પનીર અને બટર સસ્તા મળશે

રિજિયોનલ કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશીપ કરારથી ફાયદો થશે

નવી દિલ્હી તા. ૯ :.. હવે દેશમાં ઇમ્પોર્ટેડ દૂધ, દહીં, પનીર અને બટર વગેરે દૂધ, દહીં, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રિજિયોનલ કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશીપ અંગે બેઠક યોજી હતી. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સહિત નાણાપ્રધાન અને અન્ય કેટલાક ૧૬  દેશો સાથે બિઝનેસ માટે કરારના પ્રસ્તાવ પર ચર્ચા થઇ હતી. ભારત સહિત ૧૬ દેશો હવે પારસ્પરિક બિઝનેસ રિલેશન માટે કરાર કરનાર છે. આ કરાર સંપન્ન થયા બાદ જે દેશોથી ભારતમાં ચીજ વસ્તુઓની આયાત થતી હોય તેના પર ઇમ્પોર્ટ ડયુટી સરકારને ૭૦ થી ૮પ ટકા ઘટાડવી પડશે.

આમ, આ દેશોમાંથી ચીજ વસ્તુઓ સસ્તામાં ભારત આવી શકશે. ભારત સરકારને ફાયદો એ થશે કે તેના કારણે નિકાસમાં ઘણો વધારો થશે. આ કરારના પગલે તાત્કાલીક ઇમ્પોર્ટેડ દહીં, દૂધ, પનીર, માખણ જેવી ચીજો પર ફાયદો થશે અને સસ્તામાં ઉપલબ્ધ બનશે. એન્જિનિયરીંગ પ્રોડકટ પણ સસ્તી મળશે.

(3:34 pm IST)