Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

૯૦ ટકા વૈશ્વિક અર્થવ્યવસ્થા મંદીની ઝપટમાં

આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ આપી ચેતવણી

વોશીંગ્ટન તા.૯ : આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ આઇએમએફ ભારત સહિત આખી દુનિયામાં મંદી વધવાની આશંકા વ્યકત કરતા ગઈકાલે ચેતવણી આપી કે ૯૦ ટકા વૈશ્વિક અર્થવ્યવસ્થા મંદીની ઝપટમાં આવી ગઈ છે .આના લીધે આ વર્ષે વિકાસ દર આ દાયકામાં સૌથી ઓછો રહી શકે છે .

આઇએમએફના મેનેજિંગ ડિરેકટર પદ સંભાળનાર ક્રિસ્ટલીના જોર્જીવા એ કહ્યું બે વર્ષ પહેલા જીડીપીના હિસાબે દુનિયાની ૭૫ ટકા અર્થવ્યવસ્થાનો વિકાસ દર નો ગ્રાફ ઉંચો જઈ રહ્યો હતો આજે લગભગ ૯૦ ટકા વૈશ્વિક અર્થવ્યવસ્થાના વિકાસ દર ઘટી રહ્યો છે .વૈશ્વિક અર્થવ્યવસ્થા અત્યારે એકસાથે મંદીનો સામનો કરી રહી છે આઇએમએફના હેડ બન્યા પછી પોતાના પહેલા ભાષણમાં તેમણે વેપાર યુદ્ધને મંદી નું મોટું કારણ ગણાવતા કહ્યું કે વિકાસમાં વ્યાપક ઘટાડાનો અર્થ છે .આ વર્ષે વિકાસ દર આ દાયકામાં સૌથી નીચો રહેશે .

જોર્જીવાએ ભારતમાં આ વર્ષે મંદી વધારે રહેવાની ચેતવણી આપી છે તેમને કહ્યું ઉપરથી બજાર વાળા દેશો જેવા કે ભારત અને બ્રાઝિલમાં મંદી વધારે દેખાશે ચીનનો વિકાસ દર ઘણા વર્ષે સુધી ઝડપભેર વધ્યા પછી હવે સતત ઘટી રહ્યો છે તેમને કહ્યું કે અત્યારે મળી રહેલા આંકડાઓ પરિસ્થિતિ ગંભીર હોવાનું જણાવી રહ્યા છે અમેરિકા અને જર્મનીમાં બેરોજગારી ઐતિહાસિક નીચલા સ્તરે છે અમેરિકા જાપાન અને યુરો  ક્ષેત્રે સહિતના વિકસિત દેશોમાં આર્થિક ગતિવિધિઓને સુસ્ત બની રહી છે તેમને કહ્યું કે આ બધા વચ્ચે આશાનું એક કિરણ એ છે કે ૧૯ આફ્રિકન દેશો સહિત ઊભરતી અર્થવ્યવસ્થાઓની લગભગ ૪૦ દેશોનો વિકાસ દર પાંચ ટકાથી વધારે રહેશે.

(11:29 am IST)