Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

પઢે લખનૌ, બઢે લખનૌ : ૧૦ લાખ વિદ્યાર્થીઓએ ભાગ લીધો : આનંદીબેનના અભિયાનથી વિક્રમ

રાજકોટ :  ઉત્તરપ્રદેશના રાજયપાલ શ્રીમતી આનંદીબેન પટેલે બાળકોને વાંચનમાં રૂચી વધારવા લખનૌની બધી સરકારી શાળાઓ અને કોલેજોમાં પઢે લખનૌ, બઢે લખનૌ  શીર્ષકથી અભિયાન ચલાવેલ. એક જ દિવસે સવારે ૧૧ થી ૧૧.૪પ વાગ્યા સુધીમાં લગભગ ૧૦ લાખ વિદ્યાર્થીઓએ આ વાંચન અભિયાનમાં ભાગ લીધેલ. આ ઘટના વિશ્વ વિક્રમ સમાન ગણાય છે. આનંદીબેનને પોતે નિશાતગજની રાજકીય ઇન્ટર કોલેજમાં જઇને બાળકોની સાથે પોણી કલાક પુસ્તક વાંચ્યુ હતું. બાળકોએ મહાપુરૂષોના જીવન વિશેના પુસ્તકો વાંચી જ્ઞાનની વૃદ્ધિ કરી હતી.

(11:28 am IST)