Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

પુણેનાં મહાલક્ષ્મીને ૧૬ કિલોની સોનાની સાડી

મહાલક્ષ્મીદેવીનું સુવર્ણ વસ્ત્રનું રૂપ જોવા માટે ભકતોએ કરી મોટી ગિરદી

પુણે તા. ૯ :.. સારસબાગ નજીકનાં મહાલક્ષ્મીદેવીને દશેરા નિમિતે સોનાની સાડી અર્પણ કરવામાં આવી હતી. શુધ્ધ સોનામાં બનાવેલી આ સાડીનું વજન ૧૬ કિલો છે. આખા વર્ષમાં બે જ વાર દશેરા અને લક્ષ્મીપૂજનના દિવસે આ સાડી દેવીને પહેરાવવામાં આવે છે એટલે સોનાની સાડીમાં દેવીનું સ્વરૂપ કેવું છે એ જોવા માટે ભકતોએ મોટા પ્રમાણમાં ગિરદી કરી હતી.

દશેરા નિમિતે સારસબાગ તરફથી દર વર્ષે મહાલક્ષ્મી મંદિરમાં આ સાડી ચડાવવામાં આવતી હોય છે. દક્ષિણ ભારતના કારીગરો દ્વારા ૮ વર્ષ પૂર્વે આ સોનાની સાડી બનાવવામાં આવી હતી. આ સાડી બનાવતાં અંદાજે ૬ મહિનાનો સમય લાગ્યો હતો. આકર્ષક નકશીકામ કરીને આ સોનાની સાડી બનાવવામાં આવી છે. સારસબાગ તરફથી શ્રી મહાલક્ષ્મી દેવીને સોનાની સાડીથી આભૂષિત કરવાનું આ નવમું વર્ષ છે.

(11:28 am IST)