Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

રાફેલ પાકિસ્તાની એફ-૧૬ કરતા ખુબ જ શક્તિશાળી છે

રાફેલ ૧૦૦ કિમીની હદમાં ૪૦ ટાર્ગેટ શોધે છે : પાકિસ્તાની એફ-૧૬ વિમાનને ૧૨૦ કિમીના અંતરથી ફુંકશે : સંરક્ષણ ક્ષેત્રે ચીન-પાકિસ્તાન પર ભારતની લીડ

પેરિસ, તા. ૮ : રાફેલ વિમાનના ભારતમાં આવ્યા બાદ ભારતીય હવાઈ ક્ષેત્રમાં ભારતની તાકાત અનેકગણી વધી જશે. હવાઈ ક્ષેત્રમાં ભારતનું પ્રભુત્વ થઇ જશે. એમ માનવામાં આવે છે કે, રાફેલથી ભારતને એક નવી પ્રકારની શક્તિ મળી જશે. રાફેલ અનેક લોલેન્ડ જામર, ૧૦ કલાક સુધીની  ડેટા રેકોર્ડિંગ, ઇઝરાયેલી હેલ્મેટવાળા ડિસ્પ્લે, અનેક વિશેષતા ધરાવનાર રડાર વોર્નિંગ રિઝિવર, ઇન્ફ્રારેડ સર્ચ અને ટ્રેકિંગ સિસ્ટમ જેવા ક્ષમતાઓ ધરાવે છે. ૨૭મી ફેબ્રુઆરીના દિવસે ડોક ફાઇટ દરમિયાન ભારતના મિગ બાયસન દ્વારા પાકિસ્તાનના એફ-૧૬ વિમાનને તોડી પાડવામાં આવ્યું હતું. આ જેટ વિમાન પાકિસ્તાને અમેરિકા પાસેથી ખરીદ્યું હતું. જો રાફેલ અને એફ-૧૬ની સરખામણી કરવામાં આવે તો રાફેલ તેના કરતા અનેકગણુ શક્તિશાળી છે. રાફેલના રડાર સિસ્ટમ એફ-૧૬ કરતા ખુબ મજબૂત છે. એફ-૧૬ રડાર સિસ્ટમ ૮૪ કિલોમીટરની હદમાં ૨૦ ટાર્ગેટની ઓળખ કરે છે જ્યારે રાફેલ ૧૦૦ કિલોમીટરની હદમાં ૪૦ ટાર્ગેટ નક્કી કરે છે.

              રાફેલ સ્કાલ્પ મિસાઇલો સાથે ઉંડાણ ભરી શકે છે જે આશરે ૩૦૦ કિલોમીટરના અંતર સુધી લક્ષ્યાંક પર ત્રાટકી શકે છે જ્યારે એફ-૧૬ની વધુમાં વધુ ક્ષમતા ૧૦૦ કિલોમીટર સુધી ત્રાટકવાની રહેલી છે. રાફેલ વિમાન મળી ગયા બાદ ભારત પાકિસ્તાન ઉપર તથા ચીન ઉપર મજબૂત સ્થિતિ મેળવી લેશે અને સરહદ પાર આતંકવાદી ગતિવિધિ ઉપર ચાંપતી નજર રાખી શકશે. ભારતને મળનાર રાફેલ જેટમાં ભારતની માંગ મુજબ છ સુધારા કરવામાં આવ્યા છે જેમાં રડાર વોર્નિંગ રિઝિવર, લોબેન્ડ જામર્સ, ૧૦ કલાકના ફ્લાઇટ ડેટા રેકોર્ડિંગ, ઇન્ફ્રારેડ સર્ચ, ટ્રેકિંગ સિસ્ટમનો સમાવેશ થાય છે. ૧૦ કીટીઓર મિસાઇલોથી સજ્જ રાફેલ વિમાન ૧૨૦ કિલોમીટરના અંતરથી એફ-૧૬ને ફૂંકી મારવામાં સક્ષમ છે. રાફેલ અને પાકિસ્તાની એફ-૧૬ની વાત કરવામાં આવે તો રાફેલ વિમાન પાકિસ્તાની વિમાન કરતા અનેકગણુ વધુ શક્તિશાળી છે. આવનાર સમયમાં ભારત બાલાકોટ જેવા ઓપરેશન જ્યારે પણ પાર પાડશે ત્યારે તેને પાકિસ્તાન પર લીડ મેળવી લેવામાં ખુબ ફાયદો થશે.

રાફેલમાં છ ફેરફાર....

ભારતની માંગ મુજબ ફેરફાર

પેરિસ, તા. ૮ : ભારતને મળનાર રાફેલ જેટમાં ભારતની માંગ મુજબ જ છ મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યા છે. રાફેલ વિમાનના ભારતમાં આવ્યા બાદ ભારતીય હવાઈ ક્ષેત્રમાં ભારતની તાકાત અનેકગણી વધી જશે. હવાઈ ક્ષેત્રમાં ભારતનું પ્રભુત્વ થઇ જશે. ૫૯૦૦૦ કરોડના ખર્ચે રાફેલ જેટ વિમાન મેળવવાની સમજૂતિ થઇ છે. ભારતની સંરક્ષણ જરૂરિયાતાને લઇને આ ફેરફાર થયા છે જે નીચે મુજબ છે.

*   ઇઝરાયેલી હેલ્મેટ માઉન્ટેન્ડ ડિસ્પ્લે રહેશે

*   રડાર વોર્નિંગ રિસિવર્સની સુવિધા

*   લોબેન્ડ જામર્સની સુવિધા રહેશે

*   ૧૦ કલાક સુધી ફ્લાઇટ ડેટા રેકોર્ડિંગની વ્યવસ્થા રહેશે

*   ઇન્ફ્રારેડ સર્ચની વિશેષ સુવિધા

*   ટ્રેકિંગ સિસ્ટમની વિશેષ સુવિધા રહેશે

(12:00 am IST)