Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

દક્ષિણ કાશ્મીરના અવંતિપોરામાં વધુ એક આતંકી ઠાર : લશ્કર-એ-તૈયબાના બે આતંકીઓને સુરક્ષાદળોએ ફૂંકી માર્યા

બંને સ્થાનિક આતંકીઓ અનેક કેસમાં વોન્ટેડ : મોટાપાયે હથિયારો જપ્ત

 

જમ્મુ, :  મંગળવારે દક્ષિણ કાશ્મીરના અવંતિપોરામાં માર્યા ગયેલા આતંકીઓની સંખ્યા બે થઈ ગઈ છેસવારે માર્યા ગયેલા આતંકીની ઓળખ ઉફેદ ફારૂક લોન તરીકે થઈ છે જ્યારે અન્ય આતંકીની ઓળખ અબ્બાસ તરીકે થઈ છે

  લશ્કર--તૈયબાના બંને આતંકવાદીઓ સ્થાનિક છેસવારે માર્યા ગયેલ આતંકવાદી ઘણા કેસમાં વોન્ટેડ હતોસુરક્ષા દળો દ્વારા તેના અન્ય સાથીઓની  શોધખોળ ચાલુ છે ઓગસ્ટ પછી દક્ષિણ કાશ્મીરમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે પહેલો મુકાબલો છે.

   પોલીસના જણાવ્યા અનુસાર, આતંકવાદી લોન અનેક પ્રવૃત્તિઓમાં સામેલ હતોકલમ ૩૭૦ ના હટાવ્યા બાદ કાશ્મીરમાં દુકાનદારો અને ફળ ઉત્પાદકોને ધમકાવવા અને માર મારવાની પણ લોન પર ફરિયાદ  છેએવું પણ કહેવામાં આવી રહ્યું છે કે તે તાજેતરમાં પુલવામામાં ગ્રેનેડ હુમલામાં પણ સામેલ હતો.

  આતંકવાદીઓના જૂથ નજરે ચડયાની બાતમીના આધારે આજે વહેલી સવારે સેના અને પોલીસના સંયુક્ત ટાસ્ક ફોર્સે કૈવાન ગામ નજીક શ્રીનગર-જમ્મુ હાઇવે પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતુંસૈનિકોને તેમના છુપાયેલા સ્થળે આવતા જોઈને આતંકીઓએ સૈનિકો પર ફાયરિંગ કરીને ભાગી જવાનો પ્રયાસ કર્ય

   સૈનિકોએ પણ  મોરચો સંભાળી લીધો હતો અને જવાબ આપ્યો હતો, ત્યારબાદ વોન્ટેડ આતંકવાદી લોન એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતોલોનના મૃત્યુ પછી તેનો સાથી આતંકવાદી ત્યાંથી છટકી ગયો

 અનંતીપોરાના કાવાનીમાં મોડી સાંજે સુરક્ષાદળોએ ફરી એકવાર આતંકીઓને ઘેરી લીધેલ દરમિયાન તેમણે બીજા આતંકવાદીને પણ ઠાર માર્યો હતોઠાર મરાયેલ આતંકવાદી પાસેથી એક એસોલ્ટ રાઇફલ અને અન્ય એસેસરીઝ મળી આવી છે.

(12:00 am IST)