Gujarati News

Gujarati News

News of Tuesday, 13th August 2019

રિલાયન્સના શેરમાં દશકનો સૌથી મોટો ઉછાળો નોંધાયો

કારોબારના અંતે શેરમાં ૯.૬ ટકાનો ઉછાળો : ઇન્ટ્રા ડે દરમિયાન ૧૨ ટકાથી વધારેનો ઉછાળો નોંધાયો

મુંબઈ, તા. ૧૩ : રિલાયન્સ ઇન્ડસ્ટ્રી લિમિટેડની વાર્ષિક બેઠકમાં અનેક મોટી જાહેરાતો કરવામાં આવ્યા બાદ કંપનીના શેરમાં આજે જોરદાર ઉછાળો નોંધાયો હતો. ચેરમેન મુકેશ અંબાણી દ્વારા કંપનીએ ૧૮ મહિનાના ગાળામાં જ દેવા મુક્ત બનાવવાની જાહેરાત બાદ રોકાણકારોએ આરઆઈએલના શેરમાં જોરદાર ખરીદી કરી હતી. કંપનીના શેર આજે એક દશકમાં ઇન્ટ્રાડેના કારોબાર દરમિયાન સૌથી વધુ વધી ગયા હતા. રિલાયન્સના શેરમાં આજે કારોબાર દરમિયાન ૧૨.૦૯ ટકા સુધી સુધરીને ઉંચી સપાટીએ પહોંચ્યા હતા.

     છેલ્લા ૧૦ વર્ષના ગાળામાં આ શેરમાં એક દિવસમાં સૌથી મોટો ઉછાળો નોંધાયો હતો. આ પહેલા ૧૮મી મે ૨૦૦૯ના દિવસે ઇન્ટ્રાડેના કારોબાર દરમિયાન રિલાયન્સના શેરમાં ૨૪ ટકાનો વધારો નોંધાયો હતો. સેશન દરમિયાન રિલાયન્સે તેની માર્કેટ મૂડીમાં ૮૯૩૮૧ કરોડનો ઉમેરો કરી લીધો છે. વધુમાં આ શેરે શેરબજારમાં ઘટાડા ઉપરનિયંત્રણ મુકવામાં ભૂમિકા ભજવી હતી. કારોબારના અંતે રિલાયન્સના શેરમાં ૯.૬ ટકાનો વધારો નોંધાયો હતો. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, રિલાયન્સના શેરમાં વધારા માટે અન્ય કારણો પણ રહ્યા હતા. આજે કારોબારના અંતે રિલાયન્સના શેરની કિંમત ૧૨૭૫ બોલાઈ હતી. આ તેજીના પરિણામ સ્વરુપે ફરી એકવાર રિલાયન્સ સૌથી મોટી કંપની બનવાની નજીક પહોંચી ગઈ છે.  હાલમાં તે ટીસીએસથી એક અબજ ડોલર પાછળ દેખાઈ રહી છે. એરટેલના શેરમાં ચાર ટકા અને વોડાફાન આઈડિયાના શેરમાં પાંચ ટકાનો ઘટાડો રહ્યો હતો. મુકેશ અંબાણીએ ગઇકાલે અનેક મોટી જાહેરાતો કરી હતી. રિલાયન્સની જાહેરાતોથી કારોબારીઓ આશાસ્પદ છે.

(8:00 pm IST)
  • નિતિન ગડકરી સાથેના વિમાનને રન-વે ઉપરથી પાછું વાળ્યું: નાગપુરથી દિલ્હી જતી ઇન્ડિગો ૬ઇ ૬૩૬ નંબરની ફલાઇટ નાગપુરના રન-વે ઉપરથી પાછી વાળી લેવામાં આવેલ હતી. કોઇ ટેકનીકલ ક્ષતિ સર્જાયાનું કહેવાય છે. આ ફલાઇટમાં કેન્દ્રીય મંત્રી શ્રી નિતિન ગડકરી સહિત તમામ મુસાફરોને સહી સલામત ઉતારી લેવામાં આવેલ access_time 11:23 am IST

  • વડોદરા જવાનો માર્ગ ખુલી ગયો : સૌરાષ્ટ્રના વડોદરા જતા પ્રવાસીઓ માટે બગોદરાથી વટામણ ચોકડી તારાપુર ચોકડી થઇને જતો રસ્તો આજે ખુલી ગયો છે. સાબરમતી પુલ પરથી તારાપુર તરફ જવાય છે. જો કે આ રસ્તો આગળ ખરાબ હોવાનું અને બગોદરાથી થોડે આગળ ખેડા તરફના રસ્તે વડોદરા જવુ વધુ સુગમતા ભર્યું હોવાનું જાણકારો કહે છે. access_time 3:40 pm IST

  • હજયાત્રા પૂર્ણતાના આરેઃ શનિવારે સાઉદી અરેબીયાના માઉન્ટ અરાફાત પર શનિવારે રપ લાખ લોકો પહોંચ્યા access_time 3:48 pm IST