Gujarati News

Gujarati News

News of Tuesday, 13th August 2019

અયોધ્યા કેસ : સુપ્રીમ કોર્ટમાં સુનાવણી યથાવત રીતે જારી

ત્રણ દિવસની રજા બાદ સુનાવણી ફરી શરૂ થઇ : વિવાદિત ૨.૭૪ એકર જમીન પર રામલલ્લા વિરાજમાન દ્વારા સુપ્રીમમાં રજૂઆત દરમિયાન દાવો કરવામાં આવ્યો

નવી દિલ્હી,તા. ૧૩ : ખુબ જ સંવેદનશીલ અને ચર્ચાસ્પદ અયોધ્યા મામલામાં સુનાવણી આજે પણ યથાવત રીતે જારી રહી હતી. ત્રણ દિવસની રજા બાદ સુનાવણી શરૂ થઇ હતી. આજે રામલલા વિરાજમાનના વકીલ તરફથી તર્કદાર દલીલો કરવામાં આવી હતી. તેમના તરફથી વિવાદાસ્પદ ૨.૭૭ એકર જમીન પર પોતાનો દાવો દર્શાવવામાં આવ્યો છે.

     સમગ્ર મામલામાં ચીફ જસ્ટીસ રંજન ગોગોઇના નેતૃત્વમાં પાંચ સભ્યોની બંધારણીય બેંચ દ્વારા સુનાવણી કરવામાં આવી રહી છે.બંધારણીય બેંચમાં કરવામાં આવી રહેલી સુનાવણી પર તમામની નજર કેન્દ્રિત થઇ ગઇ છે. અયોધ્યા કેસમાં દરરોજના આધાર પર સુનાવણી કરવામાં આવી રહી છે. પહેલા સપ્તાહમાં ત્રણ દિવસ સુનાવણી કરવાની વાત કરવામાં આવી હતી. હવે જુની પરંપરાને તોડીને સપ્તાહમાં પાંચ દિવસ સુનાવણી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલી સુનાવણીમાં જુદા જુદા પક્ષો તરફથી તર્કદાર દલીલો કરવામાં આવી રહી છે.

     આજે રામલલા માટે દલીલો કરનાર વકીલની દલીલો પૂર્ણ થઇ ગઇ છે. હજુ સુધી અનેક જોરદાર  રજૂઆત કરવામાં આવી ચુકી છે. અયોધ્યા કેસ વર્ષોથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ રહેલો છે. કારણ કે દલીલો અને વળતી દલીલો જારી રહી છે. રામલલ્લા માટે દલીલ રજૂ કરનાર પરાશરનની દલીલો પૂર્ણ કરી દેવામાં આવી હતી. પરાશરનની દલીલો બાદ રામલલ્લા માટે વરિષ્ઠ વકીલ વૈદ્યનાથન દ્વારા દલીલો કરવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે, ૧૨મી ડિસેમ્બર ૧૯૪૯ના દિવસથી એટલે કે જ્યારથી વિવાદાસ્પદ જગ્યા ઉપર મૂર્તિઓ મુકવામાં આવી છે ત્યાં કોઇ નમાઝ અદા થઇ નથી અથવા તો મુસ્લિમ પક્ષકારોની તે જમીન ઉપર કોઇપણ કબજો હોવાની વાત રહી નથી. વૈદ્યનાથને કહ્યું હતું કે, ૧૯૪૯માં મૂર્તિ મુકવામાં આવી

તે પહેલા પણ આ સ્થાન હિન્દુઓ માટે પુજનીય રહ્યું હતું. હિન્દુ લોકો દર્શન કરવા માટે આવતા હતા. માત્ર મુર્તિની જરૂર નથી. કોઇ સ્થળના પૂજનીય થવા માટે અન્ય બાબતોને પણ દાખલાતરીકે લઇ શકાય છે જેમાં ગંગા અને ગોવર્ધન પર્વતનો દાખલો સૌથી ઉપર છે. હજુ સુધીની સુનાવણીમાં મુસ્લિમ પક્ષકાર રાજીવ ધવન તરફથી મામલાની પાંચ દિવસ સુનાવણીનો વિરોધ કરવામાં આવ્યો છે.

        તેઓએ આ સુનાવણીને અમાનવીય ગણાવીને કહ્યું છે કે, તેમને તૈયારીની તક આપવામાં આવી નથી. તેઓએ કહ્યું છે કે, આવી સ્થિતિમાં તેમને કેસ છોડી દેવાની ફરજ પડી શકે છે. આ પહેલાની સુનાવણી દરમિયાન રામલલ્લા વિરાજમાનના વકીલને શ્રેણીબદ્ધ પ્રશ્નો કરવામાં આવ્યા હતા. રામના કોઇ વંશજ ઉપસ્થિત છે કે કેમ તેવા પ્રશ્ન કરવામાં આવ્યા હતા. રામલલ્લા વિરાજમાનના વકીલ વૈદ્યનાથનની દલીલો દરમિયાન સુન્ની વક્ફ બોર્ડ તરફથી વકીલ રાજીવ ધવન તરફથી ટિપ્પણી કરવામાં આવ્યા બાદ મુખ્ય ન્યાયમૂર્તિ દ્વારા નારાજગી વ્યક્ત કરાઈ હતી.

(7:56 pm IST)
  • કૃષ્ણ -અર્જુન વાળા રજનીકાંતના નિવેદનથી તામિલનાડુ કોંગ્રેસને આંચકો ;કહ્યું ફરીથી વાંચે મહાભારત : તામિલનાડુ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ કે,એસ,અલ્લગીરીએ કહ્યું કે રજનીકાંતની આવી પ્રતિક્રિયાથી આશા નહોતી આ પ્રકારના નિવેદનથી હેરાન થયા છું ;સાઉથના સુપર સ્ટાર અને રાજનીતિમાં પ્રવેશેલા રજનીકાંતે કાશ્મીરમાં આર્ટિકલ 370 હટાવતા પીએમ મોદીને કૃષ્ણ અને ગૃહમંત્રી અમિતભાઇ શાહની તુલના અર્જુન સાથે કરી હતી access_time 12:56 am IST

  • નિતિન ગડકરી સાથેના વિમાનને રન-વે ઉપરથી પાછું વાળ્યું: નાગપુરથી દિલ્હી જતી ઇન્ડિગો ૬ઇ ૬૩૬ નંબરની ફલાઇટ નાગપુરના રન-વે ઉપરથી પાછી વાળી લેવામાં આવેલ હતી. કોઇ ટેકનીકલ ક્ષતિ સર્જાયાનું કહેવાય છે. આ ફલાઇટમાં કેન્દ્રીય મંત્રી શ્રી નિતિન ગડકરી સહિત તમામ મુસાફરોને સહી સલામત ઉતારી લેવામાં આવેલ access_time 11:23 am IST

  • શેરબજારમાં બપોરે ભારે વેચવાલીઃ ૬૦૦થી વધુ પોઇન્ટનું ગાબડુઃ નીફટી ૧૯૦ પોઇન્ટ ડાઉન access_time 4:08 pm IST