Gujarati News

Gujarati News

News of Tuesday, 13th August 2019

હવે ઇન્ડોનેશીયાના રાષ્ટ્રપતિ સમક્ષ ઇમરાને કાશ્મીરના રોદણા રોયા

નવી દિલ્હી,તા.૧૩: ભારતમાં આર્ટિકલ ૩૭૦ હટાવવાના મોદી સરકારના ઐતિહાસિક નિર્ણય બાદ પાકિસ્તાન હચમચી ગયું છે. આ મામલે ભારતનો વિરોધ પાકિસ્તાન કરી રહ્યું છે. પાકિસ્તાને અત્યારસુધી અનેક વૈશ્વિક નેતાઓને ફોન કરીને આ મામલે વાત કરી છે. પરંતુ પાકિસ્તાનનો કયાંય મેળ પડતો નથી. ત્યારે હવે પાક. વડાપ્રધાન ઈમરાન ખાને ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડો સાથે ફોન પર વાત કરી છે.

ભારતના આ નિર્ણય પર આપત્ત્િ। વ્યકત કરતા પાકિસ્તાને ભારતીય ઉચ્ચાયુકતને નિષ્કાસિત કરીને રાજનયિક સંબંધોમાં દ્યટાડો કરી દીધો તેમજ ભારત સાથેના વ્યાપાર સંબંધો પણ કાપી નાંખ્યા.

આ દ્યટનાક્રમ બાદ ઈમરાન ખાન તેમજ વિડોડો વચ્ચે ફોન પર પહેલો સંવાદ થયો. ઈમરાન ખાને કહ્યું કે નિર્દોષ કાશ્મીરિઓ મર્યા જવાનો પર ગંભીર ખતરો છે અને આવી ત્રાસદીને રોકવાનું આંતરરાષ્ટ્રીય સમુદાયનું દાયિત્વ છે.

કાશ્મીરની સ્થિતીને લઈને ઈમરાન ખાન પહેલા જ બ્રિટન અને મલેશિયાના વડાપ્રધાન, તુર્કીના રાષ્ટ્રપતિ, સાઉદી અરબના શહેજાદા અને બહરીનના સમ્રાટ સાથે વાત કરી ચૂકયા છે.

(4:13 pm IST)