Gujarati News

Gujarati News

News of Tuesday, 13th August 2019

આખુ ગોડાઉન દાન કરી દીધુ

કેરળના એક કપડાના વેપારીએ પુરગ્રસ્તો માટે

કોચી તા.૧૩ :ગયા વર્ષની જેમ ફરી એક વાર કેરળ પુરને કારણે અસ્તભસ્ત થઈ ગયું છે. લાખો લોકો બેઘર થયા છે અને સામાજિક સંસ્થાઓ અને સ્વયંસેવકોની ટીમ રાત-દિવસ પુરગ્રસ્તો માટે પ્રાથમિક ચીજોનું વિતર્ક કરી રહ્યા છે. અલબત્ત, અત્યારે ભારતના અન્વય ક્ષેત્રોમાં પણ પૂરની સ્થિતિ હોવાથી ગયા વર્ષની જેમ બહારના રાજ્યો તરફથી પુરગ્રસ્તોને એટલી મદદ નથી મળી રહી. જોકે એર્નાકુલમના નૌશાદ નામના એક વેપારીએ જબરી દરિયાદિલી દાખવી છે. જવારે વૉલન્ટિયર્સ તેની પાસે મદદ માગવા ગયા ત્યારે નૌશાદે તેનું ગોડાઉન ખોલી આપ્યું અને કપડાંનો જેટલો પલ્ર સ્ટોક હતો એ બધો જ દાનમાં આપી દીધો. જઘારે સ્વયંસેવકો તેને ત્યાં ગયા ત્યારે નૌશાદ તેમને ગોડાઉનમાં લઈગયો અને કહ્યું કે વાયનાડના પુરગ્નસ્તો માટે તે કપડાં આપવા માગે છે. જોકે અંદર ગયા પછી તેણે બધો જ સામાન બેગમાં ભરવાનું શરૂ કર્યું ત્યારે છેક ખબર પડી કે ભાઈસાહેબ આખા ગોડાઉનનો બધો જ સામાન દાન આપવા જઈ રહ્યા છે. જયારે સ્વયંસેવકોએ તેને રોક્યો તો તેણે કહ્યુ કે ' જ્યારે ે હું મૃત્યુ પામીશ ત્યારે આમાંનું કશું જ મારા ભેગું નથી આવાનું. લોકોને મદદ કરવી એ જ મારો નફો છે અને આ જ મારી ઇદ છે.'

(3:47 pm IST)