Gujarati News

Gujarati News

News of Tuesday, 13th August 2019

કાલે કોંગ્રેસ દ્વારા ધરણા

રાજકોટઃ શનિવારે ભારે વરસાદમાં તંત્રની પ્રિ-મોન્સુન કામગીરીની પોલ છતી થતા ચોતરફ પાણી ભરાયા હતા. ત્યારે પ્રજાલક્ષી ચર્ચા માટે વિપક્ષ કોંગ્રેસ દ્વારા માંગણી કરી હતી. પરંતુ રાજકોટમાં પ્રીમોન્સુન ડ્રેનેજ અને રોડ રસ્તા સહીતનાં વિવિધ પ્રશ્નોની ચર્ચા આજે મળેલ જનરલ બોર્ડમાં નહી થતા તેના વિરૂધ્ધમાં આવતીકાલે તા.૧૪ ના રોજ સવારે ૧૧ થી ૧ર સુધી મ્યુ. કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરી, ઢેબર રોડ ખાતે ધરણાનાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તેમ વિપક્ષી નેતા વશરામ સાગઠીયાએ જણાવ્યું હતું.

(3:24 pm IST)