Gujarati News

Gujarati News

News of Tuesday, 13th August 2019

કડકાઇ અને નરમાઇ એક સાથે

કાશ્મીરમાં તૈનાત આ બે મહિલા ઓફિસરોના થઇ રહ્યાં છે વખાણઃ ટેન્શન વચ્ચે બજાવે છે ફરજ

શ્રીનગર, તા.૧૩: ૨૦૧૩ની બેન્ચના આઇએએસ ઓફિસર ડો.સઇદ સહરીશ અસગરે કયારેય વિચાર્યું નહોતું કે તેમની નવી જવાબદારી ઘાટીથી સેંકડો કિલોમીટર દૂર બેઠેલા પોતોના લોકોની સાથે ફોન પર વાત કરાવાની કે ઘાટીના ડોકટર્સને મળવાની હશે. શ્રીનગરમાં તૈનાત ૨૦૧૬ના બેન્ચના આઇપીએસ ઓફિસર પીકે નિત્યાની ઉપર રામ મુંશી બાગથી લઇને હરવન દાગચી ગામ સુધીની જવાબદારી છે. આ રસ્તા પર નજરકેદમાં લેવાયેલા વીઆઈપી લોકોને રાખ્યા છે. અત્યારે માત્ર અસગર અને નિત્યા જ એવા મહિલા આઇએએસ અને આઇપીએસ ઓફિસર્સ છે, જેમને ઘાટીમાં તૈનાત કરાયા છે.

 

ઉલ્લેખનીય છે કે કલમ ૩૭૦ને હટાવ્યા બાદથી દ્યાટીમાં કેટલાંય પ્રતિબંધો છે. એવામાં મેનેજમેન્ટે લોકોને સગવડતા આપવા માટે ફોન બુથથી લઇ જરૂરી સામાન સુદ્ઘા પહોંચાડવાની સગવડતા કરી છે. જમ્મુ-કાશ્મીરને કેન્દ્ર શાસિત રાજય જાહેર કરવાથી અંદાજે ચાર દિવસ પહેલાં અસગરને શ્રીનગરમાં જમ્મુ-કાશ્મીર પ્રશાસનના સૂચના નિર્દેશક તરીકે નિમણૂક કરાયા હતા. આમ તો તેમનું નવું કામ લોકોને સરકારની યોજનાઓ અંગે જાગૃત કરવાનું હતું, પરંતુ છેલ્લાં ૮ દિવસથી તે લોકોની પરેશાનીઓને સાંભળી રહ્યા છે. તેમનું કામ હવે ક્રાઇસિસ મેનેજમેન્ટનું છે.

એક વર્ષના દીકરાની માતા અસગર એમબીબીએસ છે અને પહેલાં જમ્મુમાં પ્રેકિટસ કરી ચૂકયા છે. તેઓ કહે છે કે ડોકટર તરીકે દર્દીઓની સારવાર કરતી હતી પરંતુ આજે ઘાટીમાં અલગ પડકારો છે. તેમાં કડકાઇ અને નરમાઇ એક સાથે જોઇએ. તેમનું કહેવું છે કે જો મહિલાઓ સમાજમાં બદલાવ લાવી શકે છે તો તેમને ખુશી થશે. તેમના પતિ અત્યારે પુલવામામાં કમિશ્નર છે.

તો છત્તીસગઢના નિત્યા પહેલાં એક સિમેન્ટ કંપનીમાં મેનેજરની નોકરી કરતા હતા. નહેરૂ પાર્કના સબ-ડિવિઝનલ પોલીસ ઓફિસર નિત્યાનું કહેવું છે કે સામાન્ય નાગરિકોની સુરક્ષા સાથે મારે વીવીઆઈપીની સુરક્ષા પર જોવાની છે. આ છત્ત્।ીસગઢની મારી જિંદગીથી બિલકુલ અલગ છે. તેમણે કેટલીય વખત ગુસ્સે થયેલા લોકોનો સામનો કરવો પડ્યો છે. તેઓ બતાવે છે કે હું છત્તીસગઢના દુર્ગથી છું જયાં હંમેશા શાંતિ રહી છે પરંતુ મને પડકારો પસંદ છે. કેમિકલ એન્જિનિયરિંગમાંથી બીટેક કરનાર નિત્યા કાશ્મીરી અને હિન્દી સિવાય તેલુગુ પણ ખૂબ સારું બોલે છે.

(1:07 pm IST)