Gujarati News

Gujarati News

News of Tuesday, 13th August 2019

370 મામલે સરકારનો નિર્ણય લોકોની અભિલાષા અને અપેક્ષા વિરુદ્ધ ;સ્થાનિકોના અવાજને સંભાળવો જોઈએ ;ડો,મનમોહનસિંહ

દેશ મુશ્કેલીઓમાંથી પસાર થાય છે ;સમાન વિચારધારાવાળા લોકોના સહયોગની જરૂર

નવી દિલ્હીઃ પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે કલમ 370 અંગે નિવેદન આપ્યુ હતું. તેમણે કહ્યુ કે, 370 અંગે સરકારનો નિર્ણય લોકોની અભિલાષા અને અપેક્ષાઓની વિરુદ્વમાં છે. ભારતના વિચારને જીવંત રાખવા માટે જમ્મુ-કાશ્મીરના લોકોના અવાજને સાંભળવો જોઈએ.

મનમોહનસિંહે એમ પણ જણાવ્યુ હતું કે, દેશ હાલમાં મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યો છે. જેમાં સમાન વિચારધારાવાળા લોકોના સહયોગની જરુર પડે છે.તેમણે ઉમેર્યુ હતું કે, દેશના મહત્તમ લોકોના પક્ષને ધ્યાનમાં રાખવામાં આવ્યો નથી. મહત્વનું છે કે, તમામ લોકોનો સાંભળવા જોઈએ. મનમોહનસિંહે કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયપાલ રેડ્ડીને શ્રંધ્ધાંજલી આપ્યા બાદ 370 અંગે પ્રથમવખત નિવેદન આપ્યુ હતું.

(11:43 am IST)