Gujarati News

Gujarati News

News of Tuesday, 13th August 2019

ડોલર સામે રૂપિયો કડડભૂસ : ભાવ ૭૧ ઉપર

આજે ખુલતાવેંત રૂપિયો ઉંધા માથે પટકાયો : છેલ્લો ભાવ ૭૧.૦૮

મુંબઇ, તા. ૧૩ :  આજે રૂપિયાનો નરમાશ સાથે પ્રારંભ થયો છે આજે ડોલરના મુકાબલે રૂપિયો ૩૪ પૈસા તૂટી ૭૧.૧૪ રૂપિયાના સ્તર પણ ખુલ્યો હતો. છેલ્લે આ લખાય છે ત્યારે રૂપિયા ૩૮ પૈસા પૂટી ૭૧.૦૮ ઉપર ટ્રેક કરે છે. શુક્રવારે ડોલરના મુકાબલે રૂપિયો ૧૧ પૈસાની નરમાશ સાથે ૭૦.૮૦ રૂપિયા પર બંધ રહ્યો હતો.

રૂપિયો સતત તુટવાનું મુખ્ય કારણ ક્રુડ તેલના વધતા ભાવ છે. ભારત ક્રુડ ઓઇલનું મોટુ આયાતકાર છે. તેને બિલ ડોલરમાં ચુકવવું પડે છે. વિદેશી સંસ્થાગત રોકાણકારો ભારતીય શેરબજારમાંથી મોટાપાયે વેંચવાલી કરી રહ્યા છે આના કારણે રૂપિયા ઉપર દબાણ આવે છે અને તે ડોલર સામે તૂટે છે. અમેરિકા અને ચીન વચ્ચેની ટ્રેડ વોરની અસર પણ રૂપિયા ઉપર પડી છે.

(11:32 am IST)