Gujarati News

Gujarati News

News of Tuesday, 13th August 2019

પાકિસ્તાનને વધુ એક ઝટકો: દિલ્હી-લાહોર બસ સેવા 'સદા-એ-સરહદ' બંધ કરવા ડીટીસીએ લેવાયો નિર્ણય

આ બસ સેવા પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ 1999માં શરૂ કરી હતી

નવી દિલ્હી : દિલ્હી પરિવહન નિગમ(ડીટીસી)એ દિલ્હી-લાહોર બસ સેવા બંધ કરવાનો નિર્ણય લીધો છે અત્રે  ઉલ્લેખનીય છે કે જમ્મુ-કશ્મીરમાંથી વિષેશ રાજ્યનો દરજ્જો છીનવી લીધા બાદ પાકિસ્તાને દિલ્હી-લાહોર સદભાવના બસ સેવા બંધ કરવાનો નિર્ણય લીધો હતો. આ અંગે પાકિસ્તાન સરકારે ડીટીસીને એક Emailના માધ્યમથી બસ સેવા બંધ કરવાની જાણકારી આપી હતી.

  અત્રે ઉલ્લેખનીય છે કે. સોમવારે દિલ્હી-લાહોર બસ સેવા સદા-એ-સરહદ સવારે 6 વાગ્યે દિલ્હીથી રવાના થવાની હતી, પરંતુ પાકિસ્તાન દ્વારા 'સદભાવના બસ સેવા'ને બંધ કરવાના નિર્ણય બાદ સદા-એ-સરહદાને રવાના કરવામાં ન આવી. આ અગાઉ છેલ્લી વખત શનિવાર સવારે દિલ્હીથી લાહોર સદા-એ-સરહદને રવાના કરવામાં આવી હતી. તે સમયે બસમાં કુલ બે મુસાફરો હતા, જ્યારે પાછા આવવામાં બસ લાહોરથી કુલ 19 મુસાફરોને દિલ્હી લાવી હતી.

  અત્રે ઉલ્લેખનીય છે કે દિલ્હી-લાહોર બસ સેવા પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ 1999માં શરૂ કરી હતી. અટલ બિહારી વાજપેયી પ્રથમ વખત દિલ્હીથી વાઘા બોર્ડર સુધી બસમાં મુસાફરી કરીને ગયા હતા. ત્યારબાદ આ બસ સેવા સળંગ ચાલુ રહી. જોકે, 2001માં સાંસદમાં થયેલા આતંકી હુમલા બાદ બસ સેવાને રોકવામાં આવી હતી, પરંતુ જુલાઇ 2003માં આને ફરી શરૂ કરી દેવામાં આવી હતી.

(10:34 am IST)