Gujarati News

Gujarati News

News of Tuesday, 13th August 2019

કશ્મીર અંગે અફવા ફેલાવનાર પર કાર્યવાહીઃ ગિલાની સહિત ૮ ટ્વીટર એકાઉન્ટ બંધ

નવી દિલ્હી, તા.૧૩: ગૃહ મંત્રાલયે જમ્મુ કશ્મીરની હાલની પરિસ્થિતિ અંગે ભ્રામક જાણકારી આપતાં અને અફવા ફેલાવનાર કેટલાક ટ્વીટર એકાઉન્ટ્સ બંધ કરવાની ભલામણ કરી છે. મળતી માહિતી મુજબ આમાં કુલ ૮ લોકોના એકાઉન્ટ સામેલ છે. ૩૭૦ની કલમના ફેરફારને લઇને જમ્મુકશ્મીરમાં શાંતિ ડહોળાવાની શકયતાઓને વર્તીને સાવધ સરકારી તંત્ર દરેક ગતિવિધિ પર બાજનજર રાખી રહ્યું છે.

જે એકાઉન્ટને બંધ કરવાની ભલામણ કરવામાં આવી છે તેના નામ આ પ્રમાણ છે. @kashmir787 Voice of Kashmir, @Red4Kashmir MadihaShakil Khan, @arsched Arshad Sharif, @mscully94 Mary Scully, @sageelaniii Syed Ali Geelani, @sadaf2k19, @RiazKha61370907 ±Þõ RiazKha723.

જમ્મુ કશ્મીરમાંથી તાજેતરમાં જ આર્ટિકલ ૩૭૦ને દૂર કરવામાં આવ્યું છે. જેને ધ્યાનમાં રાખતા સોશિયલ મીડિયા પર સરકાર સતત નજર રાખી રહી છે. જેથી કરીને ઘાટીની શાંતિમાં ખલેલ ન પહોંચે. આ ઉપરાંત ગુપ્ત વિભાગે પણ એલર્ટ જાહેર કર્યું છે કે, કેટલાક આતંકી જૂથ જમ્મુ કશ્મીરમાં મોટા હુમલાની તૈયારીમાં છે. આ સ્થિતિમાં સોશિયલ મીડિયા પર ચાલતી કોઈ પણ અફવા અહીંની શાંતિ ભંગ કરી શકે છે.

મહત્વનું છે કે, આઈબી દ્વારા એલર્ટ જાહેર કરીને કહેવામાં આવ્યું હતું કે, ઈસ્લામિક સ્ટેટ (આઈએસ) અને આઈએસઆઈ સમર્થિત આતંકવાદી સોમવારે ભારતમાં બકરી ઈદના તેહવારના દિવસે હુમલાની તૈયારી કરી રહ્યાં છે. રાજય પોલીસ એકમ અને પોલીસ મુખ્યાલયોમાં એક ગુપ્ત રિપોર્ટમાં ગત શુક્રવારે ગુપ્ત વિભાગે કહ્યું કે, આઈએસઆઈ સમર્થિત જેહાદ સમુહના આતંકવાદી જમ્મુ કશ્મીર અને દેશના અન્ય વિસ્તારોમાં ઈદના દિવસે આતંકી ઘટનાને અંજામ આપી શકે છે.

(10:09 am IST)