Gujarati News

Gujarati News

News of Tuesday, 13th August 2019

ઉત્તરાખંડમાં વરસાદનો કહેર યથાવત :10 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ :ચમોલીમાં વાદળ ફાટ્યું :શાળાઓ બંધ

ભારે વરસાદને કારણે અનેક લોકો બેઘર:બચાવ -રાહત કામગીરી ચાલુ

ફોટો utrakhand

દહેરાદુન : ઉત્તરાખંડમાં વરસાદનો કહેર યથાવત છે રાજ્યના 10 જિલ્લાઓમાં આગામી પાંચ દિવસ સુધી ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે દહેરાદૂન, ચમોલી સહિત અનેક રાજ્યોમાં વરસાદ વરસી રહ્યો છે. બાગેશ્વર જિલ્લાની દરેક શાળાઓ આજે  બંધ રહેશે.

  ચમોલીમાં વાદળ ફાટ્યું હતું અને તેમાં 6 લોકોના મોત નિપજ્યા હતા ભારે વરસાદના કારણે ઉત્તરાખંડમાં 34થી વધુ લોકોના મોત થયા છે. ઉત્તરકાશી, ચમોલી, દહેરાદૂન, ટિહરી અને હરિદ્વારમાં પણ વરસાદના કારણે એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગે ઉત્તરાખંડના 10 જિલ્લા માટે 16 ઓગસ્ટ સુધીનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.

ચમોલીમાં સોમવાર બાદ મંગળવારે પણ ભારે વરસાદને કારણે દરેક શાળાઓ બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. રાજ્યમાં ભારે વરસાદને કારણે અનેક લોકો બેઘર થયા છે તો કેટલાકનું જીવન અસ્તવ્યસ્ત બન્યું છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં તાલુકા પ્રશાસન અને અન્ય રાહત ટીમોએ બચાવકાર્ય શરૂ કર્યું છે. બજારમાં 5-6 દુકાનો પણ તણાઈ ગઈ છે. ચમોલીમાં મૃતકઆંક 15 સુધી પહોંચ્યો છે.

(9:59 am IST)