Gujarati News

Gujarati News

News of Tuesday, 13th August 2019

દિલ્હી એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવા ધમકી : ફોનમાં કહ્યું બચાવી શકતા હોવ બચાવી લ્યો :એકની ધરપકડ

ટર્મિનલ-2માં બૉમ્બ મુકાયાનો રાત્રે 8.49 વાગ્યે દિલ્હી પોલીસને ફોન

દિલ્હી એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ભારે દોડધામ આમચી જવા પામી હતી  એરપોર્ટના ટર્મિનલ -2 પર કોઈએ રાત્રે 8.49 વાગ્યે દિલ્હી પોલીસને ફોન કર્યો અને કહ્યું કે જો તમે એરપોર્ટ બચાવી શકો તો તેને બચાવો. જો કે, ફોન કોલ આવ્યા પછી, તપાસ શરૂ થઈ અને ટૂંક સમયમાં કોલરની ઓળખ થઈ.ગઈ છે અને તેની ધરપકડ કરી લેવાઈ છે જોકે ધરપકડ કરાયેલ વ્યક્તિએ આનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. પોલીસ તપાસ કરી રહી છે અને સાવચેતી રૂપે એરપોર્ટની તપાસ કરવામાં આવી રહી છે

  .મોડી રાત્રે આ ઘટનાની પુષ્ટિ કરતાં આઈજીઆઈ એરપોર્ટના ડેપ્યુટી કમિશનર પોલીસ સંજય ભાટિયાએ જણાવ્યું હતું કે, 'દિલ્હી પોલીસ કંટ્રોલ રૂમને લગભગ સાડા આઠ વાગ્યે એરપોર્ટ ટર્મિનલ -2 પર બોમ્બ હોવાની બાતમી મળી હતી. જણાવવામાં આવ્યું હતું કે ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાનમથકના ટર્મિનલ -2 પર બોમ્બ મૂકવામાં આવ્યો છે. જો તમે બોમ્બને વિસ્ફોટ થતાં રોકી શકો છો, તો તે રોકીને બતાવો. '

(12:00 am IST)