Gujarati News

Gujarati News

News of Tuesday, 13th August 2019

યુ.એસ.ના સિએટસ પોર્ટની પ્રાઇમરી ચૂંટણીમાં ઇન્ડિયન અમેેરિકન મહિલા ઉમેદવાર સુશ્રી પ્રીતિ શ્રીધર પરાજીત

સિએટસઃ અમેરિકાના સિએટસ પોર્ટ ખાતેની પ્રાઇમરી ચૂંટણીઓમાં ઇન્ડિયન અમેરિકન મહિલા ઉમેદવાર સુશ્રી પ્રીતિ શ્રીધર પરાજીત થયા છે.

૭ ઉમેદવારો વચ્ચેની સ્પર્ધામાં ૧૭ મતો મેળવી તેઓ ત્રીજો ક્રમાંક મેળવી શકયા છે. આ અગાઉ ર૦૧૭ ની સાલમાં પણ તેઓ પરાજીત થયા બાદ આ વખતે ર૦૧૯ ની સાલમાં વિજેતા બનવાની તેમની ઉમ્મીદ પુરી થઇ શકી નથી તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:36 am IST)