Gujarati News

Gujarati News

News of Tuesday, 13th August 2019

ઓગસ્ટ-સપ્ટેમ્બર માસમાં બેંકોમાં પાંચથી છ રજા હશે

જરૂરી કામ પહેલા ધ્યાન આપવાની જરૂર છે : રાજ્યોની દ્રષ્ટિએ પણ અલગ અલગ દિવસોમાં બેંકોની રજા રહેશે : ઓગસ્ટમાં ૧૫ તેમજ ૨૪મીએ રજા રહેશે

નવી દિલ્હી, તા. ૧૨ : બેંકોમાં આગામી દિવસોમાં રજાઓ આવનાર છે જેથી લોકોને હાલમાં સાવધાન થઇ જવાની જરૂર છે. ઘણી વખત ેએવું બને છે કે, કોઇ કામ માટે જઇએ છીએ અને આગળ જતાં બેંક બંધ મળે છે. આનાથી સમય અને નાણાં બંને બગડે છે. આવી સ્થિતિનો સામનો કરવો ન પડે તે માટે વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે. આગામી દોઢ મહિનામાં બેંકોની ક્યારે ક્યારે રજા આવશે તેને લઇને યાદી જાહેર કરી દેવામાં આવશે. રાજ્યોની દ્રષ્ટિથી પણ અલગ અલગ દિવસોમાં કેટલાક અન્ય દિવસોમાં બેંકોની રજા રહેશે. ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનાના ગાળામાં આશરે પાંચથી છ દિવસ સુધી દેશભરની બેંકો બંધ રહેશે. આજે ૧૨મી ઓગસ્ટના દિવસે બકરી ઇદના પ્રસંગે દેશભરમાં બેંકો બંધ રહી હતી. આ ઉપરાંત આ મહિનામાં ૧૫મી અને ૨૪મી ઓગસ્ટના દિવસે રક્ષાબંધન અને સ્વતંત્રતા દિવસે તથા જન્માષ્ટમી અવસર પર બેંકોમાં રજા રહેશે. ૨૫મી ઓગસ્ટના દિવસે રવિવાર હોવાથી બેંકોમાં રજા રહેશે. આ ઉપરાંત આગામી મહિને સપ્ટેમ્બરમાં બીજી સપ્ટેમ્બરે વિનાયક ચતુર્થી, ૧૦મી સપ્ટેમ્બરે મોહર્રમ અને ૧૧મી સપ્ટેમ્બરના દિવસે ઓણમના પ્રસંગે રજા રહેશે. જો રાજ્યોની વાત કરવામાં આવે તો ૧૭મી ઓગસ્ટના દિવસે પારસી ન્યુયરના સંબંધમાં મુંબઇ, નાગપુર અને અમદાવાદમાં બેંકોમાં રજા રહેશે. આસામમાં ૨૦મી ઓગસ્ટના દિવસે માધવદેવ તિથિના કારણે રજા રહેશે. પંજાબ અને હરિયાણામાં ગુરુગ્રંથ સાહેબના પ્રકાશ પર્વને ધુમધામથી મનાવવામાં આવે છે જેથી ૩૧મી ઓગસ્ટના દિવસે અહીં રજા રહેશે. સામાન્ય લોકોને બેંકોના કામકાજને તહેવારને ધ્યાનમાં લઇને પૂર્ણ કરવાની જરૂર દેખાઈ રહી છે.

(12:00 am IST)