Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

અલકાયદાની ધમકી પર વિદેશ મંત્રાલયની ટિપ્પણી : આને ગંભીરતાથી લેવાની જરૂરત નથી

         આતંકી સંગઠન અલકાયદાના પ્રમુખ આયમાન અલ-જવાહિરી દ્વારા જારી વિડીયોમાં ભારતને આપવામાં આવેલ ધમકી પર વિદેશ મંત્રાલયએ કહ્યું છે કે આવી ધમકીઓ આપણે સાંભળતા રહેવાની છે.

         મને નથી લાગતું કે આને ગંભીરતાથી લેવી જોઇએ.

         વીડિયોમાં કાશ્મીરી મુજાહિદીન થી ભારતીીય સેના અને સરકાર પર સતત હુમલા કરતા રહેવાનું કહેવામાં આવ્યુ હતુ.

         આપણી સેના આવા ખતરાનો સામનો કરવા સક્ષમ છે. એમ વિદેશ મંત્રાલયનુ કહેવું છે.

(10:24 pm IST)