Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

રામજન્મભૂમિ વિવાદ : સુપ્રિમ કોર્ટની સ્પષ્ટતા

મધ્યસ્થતા નહિ થાય તો રપમી જુલાઇથી સુનાવણી

નવી દિલ્હી, તા. ૧૧ : અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી હાથ ધરાઇ છે. ચીફ જસ્ટિસની અધ્યક્ષતાવાળી ખંડપીઠ આ મામલે સુનાવણી કરી. સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર ૨૫ જૂલાઇથી દરરોજ સુનાવણી હાથ ધરાશે. ૧૮ જૂલાઇ સુધી મધ્યસ્થા સમિતિને રિપોર્ટ સોંપવો પડશે.

અમે મધ્યસ્થા મામલે એક પેનલ બનાવી છે. સુપ્રીમ કોર્ટે અયોધ્યા મામલે ટિપ્પણી કરતાં જણાવ્યું કે પેનલના રિપોર્ટની રાહ જોવી જોઇએ. મધ્યસ્થી શું કહે છે અને શુ કરવા માગે છે તેની રાહ જોઇએ.ઙ્ગસમિતિ મધ્યસ્થતા બંધ કરવા સહમત થશે તો ૨૫ જૂલાઇથી દરરોજ સુનાવણી થશે. આગામી સુનાવણી ૨૫ જુલાઇના રોજ શરૂ થશે.

આ મામલે એક હિંદુ અરજદારે મધ્યસ્થતા પ્રક્રિયાને રોકવાની માંગ કરતાં કહ્યું હતું કે આનું કોઇ પરિણામ નીકળ્યું નથી. આમ અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી હાથ ધરાઇ છે. પક્ષકાર ગોપાલસિંહ વિશારદની અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી. ગોપાલસિંહ વિશારદે અયોધ્યા મામલે જલ્દી સુનાવણી થાયે તે માટે અરજી કરી હતી.

અરજીમાં ઉલ્લેખ કરાયો છે કે, મધ્યસ્થતા સમિતિના કામમાં કોઇ ખાસ પ્રગતિ નથી થઇ રહી. ત્યારે સુપ્રીમ કોર્ટ આ મામલે જલ્દી સુનાવણી શરૂ કરે. સુપ્રીમ કોર્ટે મધ્યસ્થતા સમિતિને ૧૫ ઓગસ્ટ સુધીનો સમય આપ્યો છે.

ઉલ્લેખનીય છે કે સુપ્રિમ કોર્ટે આ મામલે બે પક્ષ વચ્ચે વાતચીત દ્વારા સમાધાન માટે પૂર્વ જ્જ એફએમઆઇ કલીફુલ્લાની અધ્યક્ષતામાં ત્રણ સભ્યની મધ્યસ્થતા પેનલનું ગઠન કર્યું હતું. કોર્ટે વાતચીતથી સમાધાનની સંભાવના શોધવા માટે પૂર્વ જજની અધ્યક્ષતામાં ત્રણ સભ્યની મધ્યસ્થતા પેનલનું ગઠન કર્યું હતું.ઙ્ગ સુપ્રીમ કોર્ટે ૧૦ મે, ૨૦૧૯દ્ગક્ન રોજ મધ્યસ્થતા પેનલને આ મામલાને લઇને કોઇ ઉકેલ લાવવા ૧૫ ઓગસ્ટ સુધીનો સમય આપ્યો હતો.

(4:26 pm IST)