Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

મોદી સરકારની સર્જિકલ સ્ટ્રાઈક : ૩૧૨ બેદરકાર કર્મચારીને છૂટા કર્યા

સરકારે કર્મચારીઓને તાત્કાલીક ધોરણે નિવૃત કર્યાઃ ગ્રુપ બીના ૧૮૭ અને ગ્રુપ એના ૧૨૫ અધિકારીને નિવૃત જાહેર કર્યા

નવી દિલ્હી, તા. ૧૧ : મોદી સરકારે કેન્દ્ર સરકારને આધીન બેદરકાર ૩૧૨ કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરતા નોકરી પરથી છુટા કરી દીધા છે. સરકારે આ કર્મચારીઓને તાત્કાલિક ધોરણે નિવૃત્ત્। કરી દીધા છે જેમાં કેટલાક સિનિયર અધિકારી, જોઇન્ટ સેક્રેટરી સ્તરના કર્મચારીઓને છુટા કર્યા છે. સરકારે ગ્રુપ બીના ૧૮૭ અને ગ્રુપ એના ૧૨૫ અધિકારીને નિવૃત્ત્। જાહેર કર્યા છે.

સૂત્રોના આધાર પર એવું જાણવા મળ્યું છે કે અધિકારીઓ પર આ કડક કાર્યવાહી તેમની બેઈમાની અને બેદરકારીના કારણે કરવામાં આવી છે. વર્ષ ૨૦૧૪ના જુલાઈ મહિનાથી ૨૦૧૯ના મે મહિના સુધી ગ્રુપ એના કુલ ૩૬,૦૦૦ અને ગ્રુપ બી ૮૨,૦૦૦ અધિકારીઓની ચકાસણી કરવામાં આવી હતી, જેમાંથી ગ્રુપ એના ૧૨૫ અને ગ્રુપ બીના ૧૮૭ કર્મચારીની કાર્ય શૈલી પર શંકાની સોય અટકી હતી.

આ મુદ્દા પર સરકારે ખુલાસો આપ્યો કે હાલના અનુશાસન ના નિયમ અનુસાર સરકાર પાસે ભ્રષ્ટ અધિકારી વિરુદ્ઘ કાર્યવાહી કરવાનો અધિકાર છે. સરકાર પાસે પૂર્ણ અધિકાર છે કે એ આવા ભ્રષ્ટ અધિકારીઓ સામે મૂળભૂત જોગવાઈ ના નિયમ (એએફઆર) પ૬ (i) (i), કેન્દ્રિય સિવિલ સર્વિસ એકટ ૪૮, પેન્શન નિયમ ૧૯૭૨ અને સિવિલ સેવા નિયમ ૧૬ (૩)ના હેઠળ તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરી શકે છે. આ નિયમ સરકારની સેવાઓની થોડા-થોડા સમયે મૂલ્યાંકન અને સમય પહેલાં સેવા નિવૃત્ત્િ। નીતિઓ નક્કી કરે છે.

અગાઉ પણ યુપીમાં યોગી આદિત્યનાથ ની સરકારે ઝીરો ટોલરન્સ નીતિના આધારે ૬૦૦ અર્ધ કર્મચારી અને ર૦ વધુ વય કર્મચારીઓને નિવૃત્ત્। કર્યા હતા. જયારે ૪૦૦ કર્મચારીને દંડ ફટકાર્યા હતો.

(11:36 am IST)