Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

પોકસો : બાળકો વિરૂદ્ધ યૌન શોષણમાં હવે મૃત્યુદંડ

કેબીનેટ બેઠકમાં ટ્રાન્સજેન્ડર્સ કાયદા ૨૦૧૯ને પણ મંજૂરી

નવી દિલ્હી, તા. ૧૧ : POCSOમાં ફેરફારને મંજૂરી આપતા કેબિનેટ દ્વારા બાળ વિરોધી યૌન અપરાધમાં મોતની સજાને મંજૂરી આપી છે. બુધવારે થયેલી કેબિનેટ બેઠકમાં લેવાયેલા મહત્વની નિર્ણયની માહિતી આપતા કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર, નરેન્દ્ર સિંહ તોમર અને સંતોષ ગંગવારે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધી હતી. 

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે, મંત્રિમંડળે બાળકો વિરુદ્ઘ શારિરીક અપરાધો સામે બાળકોને રક્ષણ આપતા POCSO ૨૦૧૨માં ફેરફારને મંજૂરી આપી દીધી છે. આ કાયદામાં બાળકો વિરુદ્ઘ યૌન અપરાધો માટે મોતની સજાની જોગવાઇ પણ કરવામાં આવી છે. આ સિવાય કેબિનેટે ટ્રાન્સજેન્ડર્સ કાયદા ૨૦૧૯ને પણ મંજૂરી આપી દીધી છે. આ બિલમાં ટ્રાન્સજેન્ડર્સને સામાજીક, આર્થિક અને શૈક્ષણિક વિકાસ માટે જોગવાઇઓ કરવામાં આવી છે.

(11:35 am IST)