Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

ખાતરની સબસીડી જમા થશે ખેડૂતોના ખાતામાં

ખાતરોના કાળા બજાર રોકવા તંત્ર મજબૂત બનાવાશે વેપારીઓ દુરૂપયોગ નહીં કરી શકે

નવી દિલ્હી તા. ૧૧ :.. કેન્દ્ર સરકાર ખાતર સબસીડી કંપનીઓને આપવાના બદલે સીધી ખેડૂતોના ખાતામાં જમા કરાવશે. આના માટે જરૂરી ટેકનીકલ પ્લેટફોર્મ બુધવારે લોંચ કરી દેવાયું છે. અત્યારે ખાતર સબસીડી કંપનીઓને આપવામાં આવે છે અને તે ખેડૂતોને ઓછા ભાવે ખાતર આપે છે.

કેન્દ્રએ ખાતર સબસીડી સીધી ખેડૂતોના ખાતામાં આપવા માટે ત્રણ નવા ટેકનોલોજી પ્લેટફોર્મ શરૂ કર્યા છે. તેમાં રાષ્ટ્રીય, રાજય અને જીલ્લામં આપૂર્તિ, ઉપલબ્ધતા અને જરૂરીયાતની માહિતી આપતું ડેરા બોર્ડ, વેચાણ કેન્દ્રનું અત્યાધુનિક સંસ્કરણ અને ડેસ્કટોપથી પીઓએસ સંસ્કરણ સામેલ છે. તેનાથી ડાયરેકટ કેશ ટ્રાન્સફર હેઠળ સરકાર સીધા ખેડૂતોના બેંક ખાતાઓમાં ખાતર સબસીડી પહોંચાડશે. આને ડીબીટી ર.૦ નામ અપાયું છે. ખાતર પ્રધાન સદાનંદ ગૌડાએ કહયું કે સરકારનું માનવું છે કે એલપીજી સબસીડીની જેમ ખાતર સબસીડી સીધી ખેડૂતોના ખાતામાં નાખવાથી સરકારી મદદનો દુરૂપયોગ અને ખાતરના કાળા બજાર પર પ્રભાવી  અસર થશે.

નીતિ આયોગે ગયા વર્ષે આધાર વેરીફીકેશન સાથે કંપનીઓને આપવામાં આવતી ખાતર સબસીડી બાબતે કંપનીઓની તપાસ કરવી હતી. ૧૪ જીલ્લાઓમાં જાણવા મળ્યું હતું કે વિક્રેતાઓએ વેચાણ દરમ્યાન ખેડૂતોના બદલે બીજાના આધાર નંબરનો ઉપયોગ કર્યો હતો. દર પાંચમાંથી એક કેસ આવો જ જોવા મળ્યો હતો.

 

(11:30 am IST)