Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

વિદેશોમાં વસતા ભારતીયોએ ભારતની બેંકોમાં મુકેલી ડિપોઝીટ અધધ...130.4 બિલિયન ડોલર : રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાનો અહેવાલ

મુંબઈ :  વિદેશોમાં વસતા ભારતીયોએ ભારતની બેંકોમાં મુકેલી  ડિપોઝીટ અધધ...130.4 બિલિયન ડોલર જેટલી હોવાનું રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના  અહેવાલ દ્વારા જાણવા મળે છે.જોકે તાજેતરમાં  ટૂંકા ગાળાના વ્યાજ દરમાં ઘટાડો થતા ડિપોઝીટ ઘટી જવાની શક્યતા છે કારણકે વિદેશમાં વસતા ભારતીયો ટૂંકા ગાળા  માટે ડિપોઝીટ મુકવાનું વધુ પસંદ કરે છે.તેવું જાણકારોનું મંતવ્ય હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:36 pm IST)