Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

''વોશીંગ્ટન લીડરશીપ પ્રોગ્રામ'': યુ.એસ.માં સાઉથ એશિઅન પ્રજાજનોની ભાવિ પેઢીને લીડરશીપ ટ્રેનીંગ આપવા કાર્યરત નોનપ્રોફિટ ઓર્ગેનાઇઝેશનઃ ૨૦૧૯ની સાલ માટે ૬ ઇન્ડિયન તથા સાઉથ એશિઅન અમેરિકન યુવતિઓની પસંદગી

વોશીંગ્ટનઃ અમેરિકામાં ભાવિ પેઢીને લીડરશીપ ટ્રેનીંગ આપવા માટે ૧૯૯૫ની સાલથી કાર્યરત નોનપ્રોફિટ ''વોશીંગ્ટન લીડરશીપ પ્રોગ્રામ'' ૨૦૧૯ની સાલની ટ્રેનીંગ માટે ૬ ઇન્ડિયન તથા  એશિઅન અમેરિકન યુવતિઓની પસંદગી કરી છે.

જેઓને કોંગ્રેશ્નલ ઓફિસોમાં ૮ સપ્તાહની ટ્રેનીંગ માટે મુકાશે.

આ ૬ ટ્રેનર્સમાં અપર્ણા આયર, મધુમિથા ક્રિશ્નન નતાશા મેનન, રૂથા પાલંકી, અઝીઝ સંધુ તથા ફાતીમા શાબાઝનો સમાવેશ થાય છે.

જે પૈકી અપર્ણા આયરને ઇન્ડિયન અમેરિકન કોંગ્રેસ વુમન સુશ્રી પ્રમીલા જયપાલની ઓફિસમાં ઇન્ટરશીપ માટે મુકવામાં આવશે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે. 

(8:23 pm IST)