Gujarati News

Gujarati News

News of Wednesday, 15th May 2019

મુંબઈ હુમલાના માસ્ટર માઈન્ડ ગણાતા અબ્દુલ રહેમાન મકકીની પાકિસ્તાનમાં ધરપકડ કરાઈ

સરકારની ટીકા કરવા બદલ અને ધૃણાસ્પદ નિવેદન આપવા બદલ કાર્યવાહી

ઇસ્લામાબાદ :મુંબઈ હુમલાના માસ્ટર માઈન્ડ ગણાતા અબ્દુલ રહેમાન મક્કીની પાકિસ્તાનમાં ધરપકડ કરાઈ છે તે પાકિસ્તાનના આતંકવાદી સંગઠન જમાત ઉદ દાવાના આકા હાફિઝ સઈદનો નિકટનો સબંધી છે.પાકિસ્તાની ન્યૂઝ ચેનલના અહેવાલ મુજબ અબ્દુલ રહેમાન મક્કી જમાત ઉદ દાવાની ચેરિટી પાંખ ફલાહ-એ-ઈન્સાનિયતનો પ્રભારી છે.

   અબ્દુલ મક્કીની પાક સરકારની ટીકા કરવા બદલ અને ધૃણાસ્પદ નિવેદન આપવા બદલ ધરપકડ કરવામાં આવી છે.ફલાહ-એ-ઈન્સાનિયત પર તાજેતરમાં જ પંજાબ પ્રાંતની સરકાર પ્રતિબંધ લલગાવી ચુકી છે.જેના ભાગરુપે કરાયેલી કાર્યવાહીમાં આજે મક્કીની પણ ધરપકડ કરાઈ છે.

   મુંબઈ હુમલા પાછળ મક્કીનુ ભેજુ પણ હતુ.તેને આ હુમલા બાદ ભારત સરકારે મોસ્ટ વોન્ટેડ આતંકી જાહેર કર્યો હતો.અગાઉ તે ભારતના પીએમ નરેન્દ્ર મોદીને કાશ્મીરને આઝાદી અપાવવાના મુદ્દે ચેલેન્જ પણ આપી ચુક્યો છે.તેના પર ૨૦ લાખ ડોલરનુ ઈનામ જાહેર કરાયુ છ

    પાકિસ્તાને ફલાહ એ ઈન્સાનિયત સહિતની સંસ્થાઓ સામે કાર્યવાહી કરવાનો દેખાડો કર્યો છે.આ સંસ્થાઓની ૫૦૦ થી વધુ પ્રોપર્ટી અત્યાર સુધી ટાંચમાં લેવાનો દેખાડો પાકિસ્તાને કર્યો છે.

(9:07 pm IST)
  • ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરના પૂતળાના ભાંગી ગયેલ ટૂકડાઓ સાથે પ.બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી નજરે પડી રહ્યા છેઃતેઓ આજે વિદ્યાસાગર કોલેજે આ ટૂકડાઓ સાથે ગયા હતા access_time 3:36 pm IST

  • ઘંટેશ્વરમાં જીલ્લા કોર્ટ સંકુલ અંગે હાઈકોર્ટની ટીમ રાજકોટમાં: સર્વે શરૂ : ઘંટેશ્વર સર્વે નં. ૧૪૦માં નવુ અદ્યતન જીલ્લા કોર્ટ સંકુલ બનાવવા અંગે આજે હાઈકોર્ટના જજો અને તેમની ટીમ રાજકોટ આવી છે, કલેકટર તંત્રના સર્કલ ઓફિસર દ્વારા જમીન અંગે માહિતી અપાઈઃ કુલ ૧૫ એકર જગ્યા અગાઉ પ્લાન મુકાયા છેઃ આજે સર્વે-સમીક્ષા બાદ નવા બિલ્ડીંગ અંગે નિર્ણય લેવાશે access_time 3:29 pm IST

  • કોલકતામાં અમિતભાઈ વિરૂધ્ધ ૨ ફરિયાદ : અમિતભાઈ વિરૂધ્ધ કોલકત્તામાં બે ફરીયાદ નોંધાઈઃ વિદ્યાસાગર કોલેજના ટીએમસી છાત્ર સંગઠનની રાવ બાદ જોડાસાંકો અને અર્મહર્સ્ટ સ્ટ્રીટ પોલીસ સ્ટેશનમાં એફઆરઆઈ દાખલઃ ગઈકાલે રોડ- શો દરમિયાન વિદ્યાનગર કોલેજમાં ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરની મૂર્તિ તોડી પડાયેલઃ ટીએમસીએ ચુંટણી પંચ પાસે પણ સમય માંગ્યો છે access_time 1:15 pm IST