Gujarati News

Gujarati News

News of Wednesday, 15th May 2019

લુધિયાણામાં રેલી પહેલા રાહુલ ગાંધીએ ટ્રેકટર ચલાવ્યું :આ વખતે નવી સરકાર આવશે

જીએસટી અને નોટબંધીથી દેશની હાલત ખરાબ :ખેડૂતો માટે અલગ બજેટ બનશે અને કાયદો બદલાવશું

નવી દિલ્હી :કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પંજાબના લુધિયાનામાં રેલીને સંબોધિત કરતા પહેલા ટ્રેક્ટર ચલાવ્યું હતું. આ દરમિયાન તેમની સાથે પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહ અને પંજાબ કોંગ્રેસના ઇન્ચાર્જ આશા કુમારી પણ હતા

 . રાહુલ ગાંધીએ કહ્યું હતું કે લોકસભા ચૂંટણી સારી રીતે ચાલી રહી છે અને આ વખતે કોંગ્રેસ જીતશે

રાહુલ ગાંધીએ કહ્યું હતું કે સીટ કેટલી આવશે તે ઉપર હું વાત કરીશ નહીં. જોકે આ વખતે નવી સરકાર બનશે. દેશનો મૂડ પોઝિટિવ છે.

    રાહુલે કહ્યું હતું કે જીએસટી, નોટબંધી, ખેડૂતોની સ્થિતિથી દેશ ખરાબ થયો છે. સ્વામિનાથન રિપોર્ટ લાગુ કરવાના સવાલ પર કહ્યું હતું કે આ વિશે ખેડૂતો સાથે વાત કરશે. સ્વામિનાથન રિપોર્ટને સ્ટડી કરશે. ખેડૂતો માટે અલગ બજેટ બનશે અને કાયદા બદલીશું.

(8:41 pm IST)
  • સાંજે કલેકટર કચેરીમાં સૂચિત સોસાયટી અંગે મહત્વની બેઠકઃ વધારાની ૯૦૦ અરજીઓ અંગે લેવાશે નિર્ણય : રાજ્ય સરકારે સૂચિત સોસાયટીમાં ૨૦૦૫ની કટ ઓફ ડેઈટ નક્કી કરતા રાજકોટની ૮૦ સોસાયટીમાં નાયબ મામલતદારો દ્વારા સર્વે કરાયોઃ કુલ ૯૦૦થી વધુ અરજીઓ ઉમેરાશેઃ સાંજે કલેકટર કચેરી ખાતે આ અંગે મહત્વની બેઠકઃ સૂચિતની કામગીરી કરતા નાયબ મામલતદારો - મામલતદારોને તેડુ access_time 3:29 pm IST

  • જમ્મુ કાશ્મીરના પૂંછ સેક્ટરમાં એલઓસી નજીક બ્લાસ્ટ ;એક આર્મી જવાન ઘાયલ access_time 1:22 am IST

  • મમતા બેનર્જીના ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ મુકવા ભાજપની માંગણી :દિલ્હીમાં ભાજપના પ્રતિનિધિ મંડળે ચૂંટણી આયોગ સમક્ષ રજુઆત કરી ;ભાજપે આક્ષેપ કર્યો કે મમતા બેનર્જીએ ભાજપને નિશાન બનાવવા હિંસામાં સહભાગી થયા છે :તેણીએ ટીએમસીના કાર્યકરોને હુમલો કરવા ઉશ્કેર્યા હતા access_time 1:27 am IST