Gujarati News

Gujarati News

News of Wednesday, 15th May 2019

ચેક બાઉન્સ થવાથી નોટિસ મોકલવામાં વ્યાજબી કારણસર મોડું થાય તો બાંધછોડ કરવી જોઈએ : 30 દિવસની અંદર નોટિસ મોકલી દીધી હોવા છતાં પોસ્ટ ડિપાર્ટમેન્ટમાંથી આધાર નહીં મળતા ફરીથી નોટિસ મોકલાઈ હતી : મુદત વીતી ગયા પછી નોટિસ મોકલ્યાનું બહાનું ચલાવી શકાય નહીં : સુપ્રીમ કોર્ટ ખંડપીઠનો મહત્વનો ચુકાદો

ન્યુદિલ્હી : ચેક બાઉન્સ થવાથી નોટિસ મોકલવામાં વ્યાજબી કારણસર મોડું થાય તો બાંધછોડ કરવી જોઈએ , 30 દિવસની અંદર નોટિસ મોકલી દીધી હોવા છતાં પોસ્ટ ડિપાર્ટમેન્ટમાંથી આધાર નહીં મળતા  ફરીથી નોટિસ મોકલાઈ  હતી , મુદત વીતી ગયા પછી નોટિસ મોકલ્યાનું  બહાનું ચલાવી શકાય નહીં તેવો મહત્વનો ચુકાદો સુપ્રીમ કોર્ટની ખંડપીઠએ આપ્યો છે.

4 ડિસેમ્બર 2015 ના રોજ ચેક બાઉન્સ થયા પછી તે લખનારને 31 ડિસેમ્બરના રોજ નોટિસ મોકલવામાં આવી હતી.પરંતુ આ નોટિસ સામી પાર્ટીને મળી ગઈ છે તેવો પોસ્ટ ડિપાર્ટમેન્ટમાંથી આધાર નહીં મળતા  ફરીથી ફેબ્રુઆરી માસમાં નોટિસ મોકલાઈ  હતી જે ચેક લખનાર આસામીને મળી ગઈ હતી.તેથી મુદત વીતી ગયા પછી નોટિસ મોકલ્યાનું  બહાનું ચલાવી શકાય નહીં તેવો મહત્વનો ચુકાદો સુપ્રીમ કોર્ટની ખંડપીઠએ આપ્યો છે.તેવું  B એન્ડ  B દ્વારા  જાણવા મળે છે.

(8:26 pm IST)