Gujarati News

Gujarati News

News of Wednesday, 15th May 2019

નાત , જાત , ભાષા કે ધાર્મિક લાગણીનો દુરુપયોગ કરી ચૂંટણી લડતા રાજકીય પક્ષોની માન્યતા રદ કરાવો : દક્ષિણ ભારતની રાજકિય પાર્ટીના આગેવાન તથા અભિનેતા કમલ હસનના વિવાદાસ્પદ નિવેદનને ધ્યાને લઇ દિલ્હી હાઇકોર્ટ સમક્ષ કરાયેલી જાહેર હિતની અરજી નામંજૂર

ન્યુદિલ્હી : આઝાદ ભારતનો સૌપ્રથમ હિન્દૂ આતંકવાદી નાથુરામ ગોડસે હતો તેવું  વિવાદાસ્પદ નિવેદન કરનાર દક્ષિણ ભારતની  રાજકિય પાર્ટીના આગેવાન તથા અભિનેતા કમલ હસનના ઉપરોક્ત મંતવ્યને ધ્યાને લઇ  દિલ્હી હાઇકોર્ટ સમક્ષ કરાયેલી જાહેર હિતની અરજી નામંજૂર કરાઈ છે.

 અશ્વિની કુમાર ઉપાધ્યાય નામક નાગરીકે  નાત , જાત ,  ભાષા કે  ધાર્મિક લાગણીનો દુરુપયોગ  કરી  ચૂંટણી લડતા રાજકીય પક્ષોની માન્યતા રદ કરાવવા ચૂંટણી પંચને સૂચના અપાવવા દિલ્હી હાઇકોર્ટ સમક્ષ જાહેર હિતની અરજી કરી હતી.જેના અનુસંધાને નામદાર કોર્ટએ આ અરજી નામંજૂર કરી હોવાનું B એન્ડ B દ્વારા જાણવા મળે છે.

(7:59 pm IST)