Gujarati News

Gujarati News

News of Wednesday, 15th May 2019

દારૂના નશામાં ફેરા લેવા મંડપમાં પહોંચ્યો પ્રેમી :પ્રેમિકાએ લગ્ન કરવા કર્યો ઇન્કાર :પ્રેમીને મંડપમાંથી પાછો મોકલ્યો

હવે બંનેના પરિવારજનો પણ માની ગયા અને પ્રેમીજોડાના લગ્ન મંદિરમાં કરાવશે

ઝારખંડમાં એક લગ્નના મંડપથી  આશ્ચર્યચકિત કરી દે તેવી ઘટના સામે આવી છે.કન્યાએ જાન લઈને આવેલા તેના પ્રેમીને મંડપથી પાછો મોકલી દીધો. કારણ કે તે દારૂ પીને મંડપમાં પહોંચ્યો હતો. દારૂની ગંધ આવતા જ છોકરીએ લગ્ન કરવાની ના પાડી દીધી. કહેવામાં આવી રહ્યું છે કે છોકરી અને છોકરો ઘણા વર્ષોથી એકબીજાને પ્રેમ કરતા હતા. ઘટના હન્ટરગંજ બ્લોકના ચકલા પંચાયતની હોવાનું જણાવાઈ રહ્યું છે

   સ્થાનિક માહિતી મુજબ વશિષ્ઠ નગર પોલીસ સ્ટેશન વિસ્તારના તેતરીયા ગામના નિવાસી ગોલા ભારતીની પુત્રી અનિતા કુમારી અને હંટરગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના ચકલા પંચાયતના વિશનપુર ગામના નિવાસી નગિન ભારતીના પુત્ર શિવ કુમાર ભારતી વચ્ચે પ્રેમ સંબંધો ચાલી રહ્યા હતા. બંને તેમની ઈચ્છાથી લગ્ન કરવા માંગતા હતા. પરંતુ તે બંનેના પરિવાર તૈયાર ન હતા. પરંતુ પાછળથી છોકરો અને છોકરી બંનેના પરિવાર તૈયાર થઈ ગયા. આ પછી, બંનેના લગ્નની તારીખ નક્કી થઇ હતી. તેમના પરિવાર જનોએ નક્કી કર્યું કે લગ્ન મંદિરમાં થશે.

(7:50 pm IST)
  • કોલકતામાં ભાજપના અધ્યક્ષ અમિત શાહના રોડ શોમાં પક્ષના કેટલાક કાર્યકરોએ હનુમાનજીનું રૂપ ધારણ કરી સૌનું ધ્યાન ખેંચ્યું હતું. access_time 11:14 am IST

  • અલાસ્કામાં બે વિમાનો દુર્ઘટનાગ્રસ્તઃ ૧૦ લોકો લાપતા : અમેરિકાના અલાસ્કામાં બે વિમાનો દુર્ઘટનાગ્રસ્ત થતાં ૧૦ લોકો લાપતા થયા છે : બે વિમાનમાં કુલ ૧૬ લોકો સવાર હતા : મીડીયા રિપોર્ટ અનુસાર દક્ષિણ પૂર્વ અલાસ્કાના કેટચિકાન નજીક અમેરીકી તટગાર્ડે બચાવ અભિયાન શરૂ કર્યુ છે access_time 1:12 pm IST

  • ગુજરાતના તમામ જિલ્લા-શહેરમાં વોન્ટેડ બુટલેગરનો કબ્જો વડોદરા પોલીસ ટ્રાન્સફર વોરંટ આધારે મેળવશે : રાજસ્થાન અને મધ્ય પ્રદેશને બેઈઝ બનાવી ગુજરાતભરમાં રાજકોટ સહિત વિવિધ શહેર-જિલ્લામાં દારૂ સપ્લાય કરવાના ગુન્હામાં વોન્ટેડ એવા વિજુ સિંધીનો કબ્જો રાજસ્થાનથી મેળવવા પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે કાર્યવાહી શરૂ કરાવી હોવાનું બહાર આવ્યુ છે. વિજુ સિંધી આમ તો દોઢ વર્ષથી વડોદરામાં ફરકયો નથી access_time 3:22 pm IST