Gujarati News

Gujarati News

News of Wednesday, 15th May 2019

ભારે બરફવર્ષા- વરસાદના કારણે

કેદારનાથ યાત્રા રોકી દેવાઈઃ ભાવિકોે સોનપ્રાયગ- ગૌરીકુંડ ખાતે ફસાયા

ઉત્તરાખંડમાં હવામાન ખરાબ હોવાથી તંત્રએ કેદારનાથ યાત્રા રોકી દીધી છે. મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓને સોનપ્રાયગ અને ગૌરીકુંડ ખાતે રોકી દેવામાં આવ્યા છે. જયારે બદ્રીનાથ ધામમાં કટકે- કટકે વરસાદ વરસી રહ્યો છે. ભાવિકોને હોટલમાં જ રહેવા તંત્ર દ્વારા સુચના આપવામાં આવી છે. કેદારનાથમાં છેલ્લા ૨૪ કલાકમાં થયેલ વરસાદ- બરફવર્ષાથી રસ્તાઓ લપસણા થઈ ગયા છે. હવામાન ખરાબ હોવાથી હેલીકોપ્ટર સેવા પણ ખોરવાઈ છે. વાતાવરણમાં વરસાદ અને બરફ પડવાથી ઠંડી વધી ગઈ છે.

(3:42 pm IST)
  • અમેરિકના પ્રાંત અલબામામાં ગર્ભપાત પર લાગ્યો પ્રતિબંધ :આરોપી ડોક્ટરને મળશે 99 વર્ષની જેલસજા :અલબામાની સેનેટે ગર્ભપાત પર પ્રતિબંધવાળા વિધેયકને પસાર કર્યો ; વિધેયકની જોગવાઈ મુજબ ગર્ભપાત કરનાર ડોક્ટરને 99 વર્ષની જેલ થશે access_time 1:06 am IST

  • મમતા બેનર્જીના ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ મુકવા ભાજપની માંગણી :દિલ્હીમાં ભાજપના પ્રતિનિધિ મંડળે ચૂંટણી આયોગ સમક્ષ રજુઆત કરી ;ભાજપે આક્ષેપ કર્યો કે મમતા બેનર્જીએ ભાજપને નિશાન બનાવવા હિંસામાં સહભાગી થયા છે :તેણીએ ટીએમસીના કાર્યકરોને હુમલો કરવા ઉશ્કેર્યા હતા access_time 1:27 am IST

  • ગુજરાતના તમામ જિલ્લા-શહેરમાં વોન્ટેડ બુટલેગરનો કબ્જો વડોદરા પોલીસ ટ્રાન્સફર વોરંટ આધારે મેળવશે : રાજસ્થાન અને મધ્ય પ્રદેશને બેઈઝ બનાવી ગુજરાતભરમાં રાજકોટ સહિત વિવિધ શહેર-જિલ્લામાં દારૂ સપ્લાય કરવાના ગુન્હામાં વોન્ટેડ એવા વિજુ સિંધીનો કબ્જો રાજસ્થાનથી મેળવવા પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે કાર્યવાહી શરૂ કરાવી હોવાનું બહાર આવ્યુ છે. વિજુ સિંધી આમ તો દોઢ વર્ષથી વડોદરામાં ફરકયો નથી access_time 3:22 pm IST