Gujarati News

Gujarati News

News of Wednesday, 15th May 2019

બુધ્ધપૂર્ણિમાના દિવસે હુમલાનું કાવત્રુ : બાંગ્લા આતંકી સંગઠને તૈયાર કર્યું મહિલા ફિદાયનનું જુથ

ગર્ભવતી મહિલાના સ્વરૂપમાં ત્રાસવાદી હિન્દુ કે બૌધ્ધ મંદિરમાં પ્રવેશ કરી શકે છે

નવી દિલ્હી તા. ૧૫ : આતંકવાદી હુમલાના મોટા કાવતરાના ઈનપુટ પછી ગુપ્તચર એજન્સીઓને આશંકા છે કે તેઓ કોઈ મોટો હુમલો કરવાની તૈયારી કરી રહ્યા છે. નેપાળના માર્ગે ૩ આતંકીએ ઘુસણખોરી કરી છે અને તેઓ બાંદીપોરા પહોંચી ચૂકયા છે. બીજી તરફ બાંગ્લાદેશમાં સક્રિય આતંકી સંગઠન જમાતુલ-મજુહિદ્દીન બાંગ્લાદેશે એક મહિલા આત્મઘાતી ટૂકડીતૈયાર કરી છે. જે બાંગ્લાદેશ, ભારત અને મયાનમારમાં બૌદ્ઘ મંદિરોને નિશાન બનાવી શકે છે.ઙ્ગ

એજન્સીઓ આ બાબતને શ્રીલંકામાં ચર્ચો પર થયેલા હુમલા બાદ ISISના દક્ષિણ-પૂર્વ એશિયામાં પ્રવેશ તરીકે પણ લઈ રહી છે. સૂત્રો અનુસાર સાજિદ મીર નામનો એક સ્થાનિક આતંકવાદી કાઠમંડુ પહોંચ્યો છે અને ત્યાંથી ૩ વિદેશી આતંકી સાથે ઉત્ત્।ર-કાશ્મીરના બાંદીપોરા ગયો છે. બાંદીપોરામાં મોટાભાગે વિદેશી આતંકીઓ હોય છે અને તે લશ્કરે-તૈયબા અને જૈશ સાથે સંકળાયેલા હોય છે.ઙ્ગ

નેપાળના માર્ગે ઘુસણખોરી થયાના સમાચારે ગુપ્તચર એજન્સીઓના હોશ ઉડાવી દીધા છે. કેમ કે, છેલ્લા બે વર્ષ એટલે કે ૨૦૧૭ અને ૨૦૧૮માં આ માર્ગેથી એક પણ ઘુસણખોરી થઈ નથી. નેપાળના સરહદીય વિસ્તારોમાં એક સમયે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈનું મજબૂત નેટવર્ક હતું, પરંતુ તેનો સફાયો કરી દેવાયો હતો.ઙ્ગ

બાંગ્લાદેશમાં સક્રિય આતંકવાદી સંગઠન જમાતુલ માજાહિદ્દીન બાંગ્લાદેશ દ્વારા મહિલા આત્મઘાતી હુમલાખોર તૈયાર કરાઈ છે. જેમના દ્વારા બૌદ્ઘ મંદિરોને નિશાન બનાવવાની તૈયારી છે. ૧૮ મેના રોજ બુદ્ઘ પૂર્ણિમા છે અને આ દિવસે બાંગ્લાદેશ, મયાનમાર અને ભારતમાં હુમલો કરવામાં આવે એવા ગુપ્તચર એજન્સીઓને અહેવાલ મળ્યા છે. આતંકી સંગઠન બૌદ્ઘો દ્વારા મુસ્લિમો પર થઈ રહેલા કથિત અત્યાચારનો બદલો લેવા માગે છે.

(3:35 pm IST)