Gujarati News

Gujarati News

News of Wednesday, 15th May 2019

હાપુડ ગેંગરેપ : પાંચ વર્ષમાં 16 વખત દુષ્કર્મનો ભોગ બનનાર પીડિતાએ પૂછ્યું - મારા પતિ અને પિતા સામે કેમ ન નોંધ્યો કેસ

અન્યાયથી થાકીને પોતાની જાતને આગને હવાલે કરનાર પીડીતા દિલ્હીની હોસ્પિટલમાં જીવન અને મૃત્યુ સામે લડી રહી છે

નવી દિલ્હી ;છેલ્લા પાંચ વર્ષથી દુષ્કર્મનો શિકાર હાપુડની મહિલા તંત્ર અને સામાજિક અન્યાય સામે હારીને પોતાની જાતને આગને હવાલે કરી છે અને દિલ્હીની એક ખાનગી હોસ્પિટલમાં જીવણ અને મૃત્યુ વચ્ચે લડત લડી રહી છે. હાપુડ ગેંગરેપ પીડિતાએ પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યા છે. 5 વર્ષમાં 16 વાર દુષ્કર્મનો શિકાર બનેલી પીડિતાનું કહેવું છે કે પોલીસે 14 લોકોની વિરુદ્ધ મામલો નોંધ્યો પરંતુ તેના પિતા અને પતિને કેમ છોડી દીધા. પીડિતાએ જણાવ્યું કે, તેની પાસે સારવાર કરાવવાના પૈસા પૂરા થઈ ગયા છે. તેની મદદ માટે પણ કોઈ સામે નથી આવ્યું.

   આ મામલામાં રાષ્ટ્રીય મહિલા આયોગે પણ યૂપીના ડીજીપીને પત્ર લખી જવાબ માંગ્યો છે. મહિલા આયોગે કહ્યું કે અત્યાર સુધી આ મામલામાં શું કાર્યવાહી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, પીડિત મહિલાએ કથિત રીતે પોલીસે કાર્યવાહી ન કરતાં હતાશ થઈને પોતાને આગ લગાવી દીધી હતી.
  પીડિતાની સાથે યાતનાઓની શરૂઆત વર્ષ 2011માં થઈ જ્યારે તેના પિતા અને કાકીએ તેને માત્ર 10 હજાર રૂપિયામાં વેચી દીધી હતી. ખરીદનારે બાદમાં તેના સાથે લગ્ન કરી દીધા. વર્ષ 2014 બાદથી તેની સાથે જે શરમજનક યૌન શોષણ થયું તો તે 28 એપ્રિલે તેના આત્મદાહના પ્રયાસ બાદ સૌની સામે આવ્યું.
   આ પહેલા મહિલા આયોગે યૂપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પત્ર લખ્યો હતો અને મહિલા માટે ન્યાયની માંગ કરી હતી. વારંવાર ફરિયાદ કરવાં છતાંય પોલીસે એફઆઈઆર નોંધવાનો ઇનકાર કરી દીધો
   પીડિતાએ પોતાની ફરિયાદમાં એમ પણ આરોપ લગાવ્યો કે જૂના અને હાલના એસએચઓ મુકેશ અને રાજેશ ભારતીએ તેની ફરિયાદોને ગણકારી નહીં. ત્યાં સુધી કે તેણે મુખ્યમંત્રી હેલ્પલાઇન નંબર ઉપર પણ ફરિયાદ કરી પરંતુ કોઈ મદદ ન મળી.
   પીડિતાના જણાવ્યા મુજબ, તેનો પતિ પ્રમોદ બધું જાણતો હતો, પરંતુ તેણે કંઈ ન કર્યું. પીડિતાએ જણાવ્યું કે, એક ભંડારમાં કામ કરવા દરમિયાન તેને એક વ્યક્તિ સાથે મુલાકાત થઈ, જેને પોતાની આપવીતી સંભળાવી. તે વ્યક્તિએ પીડિતાને મદદ કરવાનો ભરોસો જતાવ્યો હતો.
   આ દરમિયાન, આરોપી તેને જીવથી મારવાની ધમકી આપવા લાગ્યો. ત્યારબાદ બંનેએ ગામ છોડી દીધું એન નવેમ્બર 2018માં મુરાદાબાદમાં સાથે રહેવા લાગ્યા. પરંતુ અહીં પણ આરોપી તેમને ફોન કરી ધમકી આપવા લાગ્યા હતા. પીડિતાએ જણાવ્યું કે છેવટે તેઓએ તેનાથી કંટાળીને 28 એપ્રિલને પોતાની જાતને ખતમ કરવાનો નિર્ણય લીધો હતો.

(1:46 pm IST)
  • ઘંટેશ્વરમાં જીલ્લા કોર્ટ સંકુલ અંગે હાઈકોર્ટની ટીમ રાજકોટમાં: સર્વે શરૂ : ઘંટેશ્વર સર્વે નં. ૧૪૦માં નવુ અદ્યતન જીલ્લા કોર્ટ સંકુલ બનાવવા અંગે આજે હાઈકોર્ટના જજો અને તેમની ટીમ રાજકોટ આવી છે, કલેકટર તંત્રના સર્કલ ઓફિસર દ્વારા જમીન અંગે માહિતી અપાઈઃ કુલ ૧૫ એકર જગ્યા અગાઉ પ્લાન મુકાયા છેઃ આજે સર્વે-સમીક્ષા બાદ નવા બિલ્ડીંગ અંગે નિર્ણય લેવાશે access_time 3:29 pm IST

  • ચૂંટણી પંચની આકરી કાર્યવાહી બાદ મમતા બેનર્જી ધુંવાફુંવા :કહ્યું પીએમ નરેન્દ્રભાઈ મોદીને હટાવો;દેશ બહાર કાઢી મુકો :કોલકતામાં થયેલી હિંસાના વિરોધમાં પદયાત્રા કર્યા બાદ મમતાએ કહ્યું કે મોદીએ મારા બંગાળ અને બંગાળીયતનું અપમાન કર્યું :મમતાએ એવો પણ આરોપ લગાવ્યો કે અમિતભાઇ શાહના રોડ શોમાં 15 થી 20 કરોડનો ખર્ચ થયો access_time 1:18 am IST

  • રાજકોટમાં ૩૯.૬ ડિગ્રી : ૨૦ કિ.મી.ની ઝડપે ફૂંકાતા પવન access_time 3:33 pm IST